News of Thursday, 18th December 2025
વડોદરા–સુરત હાઈવે પર કરજણના કંડારી પાટિયા નજીક ખાનગી બસ પલટી : 30 મુસાફરોને ઈજા
ઈજાગ્રસ્ત મુસાફરોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા

વડોદરા–સુરત હાઈવે પર કરજણના કંડારી પાટિયા નજીક ખાનગી બસ પલટી ખાવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બસ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. બસમાં સવાર અંદાજે 30 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા કરજણ ફાયર વિભાગને માહિતી આપવામાં આવી, જેના પગલે કરજણ ફાયર ટીમ, કરજણ પોલીસ તથા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
