News of Thursday, 18th December 2025
સરકારી કામોમાં ક્ષતિ જણાશે તો કડક કાર્યવાહી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ગાંધીનગરમાં નાણાં મંત્રી અને સચિવો સાથે બજેટ સમીક્ષા બેઠક યોજી:વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં 'સિસ્ટમેટિક ટેસ્ટિંગ' દ્વારા ગુણવત્તા જાળવવા કડક આદેશ આપ્યા: બેઠકમાં વર્તમાન ખર્ચ અને આગામી બજેટના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વિકાસ કાર્યોને વેગ આપવા અને સરકારી નાણાંનો સદુપયોગ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ બજેટલક્ષી સમીક્ષા બેઠક યોજી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ સચિવો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય એજન્ડા વર્તમાન બજેટના ખર્ચની સમીક્ષા અને આગામી આયોજનો પર દેખરેખ રાખવાનો હતો.
સમય મર્યાદા અને આયોજન પર ભાર મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે દરેક વિભાગે પોતાના ફાળવેલા બજેટનો ઉપયોગ નિર્ધારિત સમય મર્યાદામાં કરવાનો રહેશે. ઘણીવાર વહીવટી પ્રક્રિયામાં વિલંબને કારણે પ્રોજેક્ટ્સ અટવાતા હોય છે, જેનાથી ખર્ચમાં પણ વધારો થાય છે. આ બાબતને ગંભીરતાથી લેતા CM એ તમામ વિભાગોને આયોજનબદ્ધ રીતે આગળ વધવા અને કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું છે.
આ બેઠકનું સૌથી મહત્વનું પાસું 'ક્વોલિટી અશ્યોરન્સ' રહ્યું હતું. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે માત્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવા પૂરતું નથી, પણ તેની ગુણવત્તા સર્વોચ્ચ હોવી જોઈએ. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ (રસ્તા, પુલ, મકાનો) માટે સિસ્ટમેટિક ટેસ્ટિંગ અને ક્વોલિટી મોનિટરિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વર્તમાન યોજનાઓના બજેટ વપરાશની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. કયા વિભાગે કેટલા ટકા ગ્રાન્ટ વાપરી છે અને કયા કામો બાકી છે તેનો રિપોર્ટ લેવામાં આવ્યો હતો. સાથે જ, આગામી બજેટમાં કઈ નવી બાબતો અને જનહિતલક્ષી યોજનાઓનો સમાવેશ કરી શકાય તે અંગે પણ પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હતી.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
