<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

ગરુડેશ્વર તાલુકાનાં પાનતલાવડી ગામના ખેડૂતની ગાયને ફેક્ચર પીડામાંથી મુક્ત કરાવતી ૧૯૬૨ MVD ટીમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:  નર્મદા જિલ્લામાં  ગરુડેશ્વર તાલુકાનાં પાનતલાવડી ગામના વીજયભાઈની ગાયમા ફેક્ચર થયુ હતુ. તેમણે EMRI GHS દ્વારા કાર્યરત પશુ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર સંપર્ક કર્યો.એટલે લોકેશનની MVD ની ટીમ તત્કાલિક તેમના ઘરે પહોંચી હતી. ત્યારે ફરજ પર હાજર ડોક્ટર સંદીપ સોલંકી અને પાઇલોટ કમ ડ્રેસર વીપીનભાઈ ઘટના સ્થળ પર પહોંચ્યા.ત્યાર બાદ ડોક્ટરે ગાયનું નિરીક્ષણ કરતા ગાયના પગમા ફેક્ચર જણાયુ અને તે સતત પીડાય રહી હતી.  એક કલાકની જહેમત ગાયને પીડામાંથી મુક્ત કરાવી.આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષી તેઓએ ૧૯૬૨ નો લાભ લીધેલ હતો તેમણે ગુજરાત સરકારની પશુ  ઇમરજન્સી સેવાને બિરદાવી હતી.

(10:31 PM IST)