તા. ૧૩ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૧ શુક્રવાર
ન્યૂયોર્ક કોર્ટમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની સ્ફોટક કબૂલાત: ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના કાવતરામાં ગુનો સ્વીકાર્યો: ટ્રમ્પ સરકાર અને ભારત વચ્ચેના સંબંધોમાં મોટો વિસ્ફોટ ? સંબંધોમાં તિરાડ સર્જાશે ? : ન્યૂયોર્કની કોર્ટમાં ગુપ્તાએ સ્વીકાર્યું- ‘મેં જ ૧૫,૦૦૦ ડોલરની સોપારી આપી હતી’; ૧૫ મેના રોજ સંભળાવવામાં આવશે સજા: મોદી સરકારની મુશ્કેલીઓ વધી શકે છે:નિખિલ ગુપ્તાએ ભારતની સંડોવણીના સંકેતો આપ્યા: મર્ડર ફોર હાયર કેસમાં સ્ફોટક વળાંક: વોટ્સએપ ચેટ અને વીડિયો પુરાવા સામે નિખિલ ગુપ્તા ભાંગી પડ્યો: ૨૦૨૩માં ઘડાયું હતું કાવતરું, અમેરિકાના અંડરકવર એજન્ટોએ બિછાવી હતી જાળ:ભારતીય અધિકારીના ઈશારે કામ કર્યાનો અમેરિકી સરકારનો ગંભીર આરોપ; રોકડ પેમેન્ટ અને ડિજિટલ પુરાવાઓએ ગુપ્તાને ફસાવ્યો11:51 PM IST
૧૭મીએ નવી મતદાર યાદી : ૭૩ લાખ નામો કમીઃ કુલ મતદારો ૪.૩૫ કરોડ : ગુજરાતમાં ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થયા બાદ રાજ્યની આખરી મતદાર યાદી આગામી મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવશે : સુધારણા પ્રક્રિયા દરમિયાન મળેલી તમામ અરજીઓની ઝીણવટભરી તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચૂંટણી પંચને નામ કમી કરવા માટે ૬.૮૮ લાખ અરજીઓ મળી હતી, જ્યારે અન્ય ૯.૮૮ લાખ મતદારોએ સ્થળાંતરના કારણે ફોર્મ-૭ ભરીને જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ દૂર કરવા વિનંતી કરી હતી11:20 AM IST
બાંગ્લાદેશ સંસદીય ચૂંટણીમાં BNPનો ભવ્ય વિજય : 208 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી તરફ કૂચ.: 17 વર્ષ બાદ વતન પરત ફરેલા તારિક રહેમાન વડાપ્રધાન બનવાની રેસમાં મોખરે : જમાત-એ-ઈસ્લામી ગઠબંધનને 68 બેઠકો મળી જ્યારે ભારત સ્થિત શેખ હસીનાએ ચૂંટણીને ગેરબંધારણીય અને નકલી ગણાવી : મોહમ્મદ યુનુસના શાસન હેઠળ યોજાયેલ 13મી સામાન્ય ચૂંટણીમાં આવામી લીગની ગેરહાજરી વચ્ચે તારિક રહેમાને બે બેઠકો પર મેળવી જીત9:31 AM IST
RSS વડા મોહન ભાગવત ગોરખપુરમાં :સામાજિક સંવાદિતા સભાને સંબોધન : શતાબ્દી વર્ષના કાર્યક્રમોની સમીક્ષા કરશે : RSS વડા મોહન ભાગવત ગોરખપુરની ત્રણ દિવસની મુલાકાતે:સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે:સામાજિક સંવાદિતા સભા, એક મોટી જાહેર સભા અને પક્ષના કાર્યકરો સાથે સંવાદ કરશે 12:31 AM IST
અમેરિકી શેરબજારમાં AI ના ડરથી હાહાકાર : ડાઉ જોન્સ ઉપલી સપાટીએથી 1,000 પોઈન્ટ ગગડ્યો : નાસ્ડેકમાં 2% નો કડાકો અને બેન્કિંગ ક્ષેત્રના શેરોમાં ભારે ધોવાણ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વેલ્થ મેનેજમેન્ટ અને લોજિસ્ટિક્સ વ્યવસાયને ખોરવી નાખશે તેવી ભીતિએ ગોલ્ડમેન સાક્સ અને મોર્ગન સ્ટેનલી 5% સુધી તૂટ્યા : સિસ્કો સિસ્ટમ્સમાં 12% નો ગાબડો અને સિલ્વર વાયદામાં 10% નો ઘટાડો : જ્યારે વોલમાર્ટ અને કોકા-કોલા જેવા ડિફેન્સિવ સ્ટોક્સમાં રોકાણકારોનો આશરો9:33 AM IST
શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું : ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકી અદાલતમાં ગુનો કબૂલ્યો : 40 વર્ષ સુધીની જેલની સજાની શક્યતા : કેસમાં ભારતીય નાગરિકની સંડોવણીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી : ન્યૂયોર્ક ફેડરલ કોર્ટમાં હત્યાનું કાવતરું અને મની લોન્ડરિંગ સહિતના ત્રણ આરોપો સ્વીકારી નિખિલ ગુપ્તાએ ટ્રાયલ ટાળી : અમેરિકી સરકારે 21 થી 24 વર્ષની જેલની સજાની કરી ભલામણ11:57 PM IST
બાંગ્લાદેશ ચૂંટણી ૨૦૨૬ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ BNP ચીફ તારિક રહેમાનને ફોન કરી પાઠવ્યા અભિનંદન : બાંગ્લાદેશીઓની આકાંક્ષાઓ પૂર્ણ કરવા ભારત આપશે સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી : BNPના પ્રચંડ વિજય બાદ વડાપ્રધાન મોદીએ ‘X’ પર પોસ્ટ કરી તારિક રહેમાનના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો : બાંગ્લાદેશમાં લોકશાહી અને સર્વસમાવેશક વિકાસ માટે ભારતની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર10:02 PM IST
બજારના કડાકામાં કમાણીની સોનેરી તક! મોતીલાલ ઓસ્વાલે જાહેર કર્યા એવા ૧૦ પાવરફુલ શેર્સ જે કરાવી શકે છે ૩૧% સુધીનો ધરખમ નફો; જાણો સોમવાર માટેની 'સુપર-૧૦' યાદી : સેન્સેક્સ-નિફ્ટીમાં ૧%થી વધુના ગાબડા બાદ રોકાણકારો માટે ખુશખબર; મેટલ, બેન્કિંગ અને FMCG સેક્ટરમાં મોટું વળતર મેળવવાનો મોકો, બ્રોકરેજ ફર્મે આપ્યું 'BUY' રેટિંગ9:59 PM IST
બાંગ્લાદેશ ચૂંટણી ૨૦૨૬ : ભારત વિરોધી ચહેરો ગણાતા વિદ્યાર્થી નેતા સરજીસ આલમની કારમી હાર : પંચગઢ-૧ બેઠક પર BNPના ઉમેદવાર વિજેતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપી વિવાદોમાં આવેલા આંદોલનકારી નેતાને મોહમ્મદ નૌશાદ જમીરે ૮ હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા : હસીના સરકારના પતન બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં BNPની જીતની લહેર9:58 PM IST
બાંગ્લાદેશમાં 'હસીના યુગ'નો અંત, તારિક રહેમાનનો સૂર્યોદય: ૧૯૭૩ થી ૨૦૨૬ સુધીના સત્તા સંગ્રામનો સંપૂર્ણ ચિતાર; જુઓ કેવી રીતે BNP એ ફરીથી મેળવ્યું રાજ્યાસન! : ૧૩ ચૂંટણીઓ અને ૫૫ વર્ષનો લોહિયાળ ઇતિહાસ: ૨૯૯માંથી ૨૧૨ બેઠકો જીતીને BNP નું પ્રચંડ પુનરાગમન; શુક્રવારે વડાપ્રધાન તરીકે શપથ લેશે તારિક રહેમાન, જાણો આંકડાઓની માયાજાળ9:57 PM IST
પોર્ટુગલમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું ફરી ફાયરિંગ : ભારતીય યુવાનોનું શોષણ કરતા વેપારીઓને ખુલ્લી ચેતવણી આપી જવાબદારી સ્વીકારી : પોર્ટુગલના મેરિન્હા ગ્રાન્ડેમાં સુખ જવન્હાની દુકાન પર હુમલો : ‘હેરી બોક્સર’ નામના શખ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કહ્યું - ‘જો સુધારો નહીં થાય તો આગામી હુમલો સીધો શખ્સ પર કરવામાં આવશે’9:55 PM IST
બાંગ્લાદેશ ચૂંટણી પરિણામ ૨૦૨૬ : ઢાકા-૩ બેઠક પર હિન્દુ ઉમેદવાર ગયેશ્વર ચંદ્ર રોયનો જમાત-એ-ઇસ્લામી સામે ભવ્ય વિજય : તારિક રહેમાનના નેતૃત્વમાં BNPની પ્રચંડ જીત : ૨૦૦થી વધુ બેઠકો સાથે BNP સરકાર બનાવશે અને તારિક રહેમાન વડાપ્રધાન બનશે : ગયેશ્વર રોયે ૯૮,૭૮૫ મતો મેળવી સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશ આપ્યો : મોહમ્મદ યુનુસના વચગાળાના શાસનનો અંત9:52 PM IST
જયપુરનું રહસ્યમય 'ભૂતેશ્વર મહાદેવ': જે મંદિર માણસોએ નહીં પણ ભૂતોએ રાતોરાત બનાવ્યું હોવાની છે માન્યતા! રાત રોકાનાર જીવતો પાછો આવતો નથી? : મહાશિવરાત્રી ૨૦૨૬ પૂર્વે ચર્ચામાં આવ્યું ૨,૦૦૦ વર્ષ જૂનું 'ભૂતિયા' મંદિર; ગાઢ જંગલોની વચ્ચે સ્થિત આ શિવાલયમાં અદ્રશ્ય શક્તિઓનો થાય છે અનુભવ, રાત્રે જવાની કોઈની હિંમત ચાલતી નથી9:49 PM IST
કાશીમાં ખેલાશે ક્રિકેટનો 'મહાદેવ' શો: ત્રિશૂળ આકારની લાઈટ્સ અને ડમરુ જેવું પેવેલિયન; વારાણસી સ્ટેડિયમનો અદભૂત વીડિયો જોઈને તમે પણ બોલી ઉઠશો 'હર હર મહાદેવ'! : ભગવાન શિવની થીમ પર વિશ્વનું સૌથી અનોખું સ્ટેડિયમ; ગંગા ઘાટ જેવી બેઠક વ્યવસ્થા અને અર્ધચંદ્રાકાર છત આકર્ષણનું કેન્દ્ર, એપ્રિલ ૨૦૨૬માં થશે ભવ્ય ઓપનિંગ9:48 PM IST
"માત્ર કાયદો ન વાંચો, નિર્દોષોનું રક્ષણ કરો!": સુપ્રીમ કોર્ટની ટ્રાયલ કોર્ટોને ટકોર; 'ન્યાયિક પ્રક્રિયા પોતે જ સજા ન બની જાય તે જોવાની જવાબદારી તમારી છે' : ન્યાયાધીશોને 'હિંમત' બતાવવા સર્વોચ્ચ અદાલતનું આહ્વાન: જો પુરાવા ન હોય તો ટ્રાયલ પહેલા જ કેસ રદ કરો; ખોટા કેસોથી થતા સામાજિક કલંક અને માનસિક તણાવ મુદ્દે જસ્ટિસ સંજય કરોલની બેન્ચે વ્યક્ત કરી ગંભીર ચિંતા9:44 PM IST
રાજપાલ યાદવની 'કેનેડિયન' લવ સ્ટોરી: એક શૂટિંગ દરમિયાન દિલ આપી બેઠી હતી રાધા, અભિનેતા જેલના સળિયા પાછળ હોવા છતાં પત્ની મક્કમતાથી ઉભી રહી સાથે! : ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં બંધ રાજપાલ યાદવ માટે રાધા યાદવે તોડ્યું મૌન; કેનેડાની લક્ઝુરિયસ લાઈફ છોડીને સાત સમુદ્ર પાર ભારત આવી હતી રાધા, જાણો કેવી રીતે શરૂ થઈ આ અનોખી પ્રેમકહાની9:43 PM IST
જામીન પર મુક્ત વ્યક્તિ સામે નવા બિન-જામીનપાત્ર ગંભીર ગુના ઉમેરાય તો પણ સીધી ધરપકડ કરી શકાશે નહીં - સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો : તપાસ એજન્સીઓએ આરોપીની ફરી અટકાયત કરવા માટે હવે કોર્ટની વિશેષ મંજૂરી મેળવવી અનિવાર્ય : જસ્ટિસ શ્રી પારડીવાલા અને શ્રી વિશ્વનાથનની બેન્ચે પોલીસની એકપક્ષીય સત્તા પર અંકુશ મૂકી વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને ન્યાયિક પ્રક્રિયાનું રક્ષણ કર્યું9:35 PM IST
ભોપાલમાં ફિલ્મી ડ્રામા: પત્નીએ કહ્યું 'પૈસા આપો ને પતિ લઈ જાઓ', પ્રેમિકાએ પ્રેમીને પામવા દોઢ કરોડની મિલકત પત્નીના નામે કરી દીધી! : ફિલ્મ 'જુદાઈ' જેવી રિયલ લાઈફ સ્ટોરી: ૧૬ વર્ષની દીકરીએ ફેમિલી કોર્ટમાં ન્યાય માંગ્યો, પત્નીએ આર્થિક સુરક્ષા માટે મકાન અને લાખોની રોકડ માંગતા પ્રેમિકાએ સોદો મંજૂર કર્યો9:17 PM IST
થાણેના ૭ વર્ષના 'વન્ડર કિડ'નો અરબી સમુદ્રમાં વર્લ્ડ રેકોર્ડ: ૩૦ કિમીનું અંતર તરીને કાપનાર સૌથી નાની વયનો ભારતીય બન્યો રેયાંશ; લંડન બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ! : ૭ કલાક અને ૩૦ મિનિટ સુધી સતત સમુદ્રના મોજાંઓ સાથે લડીને મેળવી અદભૂત સફળતા; મેયર દ્વારા સન્માન, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનું નામ રોશન કરનાર રેયાંશની વીરગાથા9:16 PM IST
"જૂની ઇમારતો ગુલામીનું પ્રતીક હતી...": 'સેવા તીર્થ'ના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીનું હૃદયસ્પર્શી સંબોધન, નવા ભારત માટે લીધા 4 ક્રાંતિકારી નિર્ણયો! : વિજયા એકાદશીએ 'સેવા તીર્થ'માં પીએમ મોદીનો ગૃહપ્રવેશ: સાઉથ બ્લોક-નોર્થ બ્લોકનો યુગ સમાપ્ત, હવે એક જ છત નીચેથી ચાલશે દેશનું શાસન; ₹10,000 કરોડના સ્ટાર્ટઅપ ફંડ સહિત અનેક ભેટ9:13 PM IST
રાજસ્થાન વિધાનસભા શરમાઈ! કોંગ્રેસ ધારાસભ્યની 'અશ્લીલ હરકતો' કેમેરામાં કેદ થતા હોબાળો, સ્પીકર બોલ્યા- "વીડિયો જોઈને લઈશું કડક એક્શન" : બજેટ સત્ર દરમિયાન ધારાસભ્ય રોહિત બોહરાની અભદ્ર ચેષ્ટાથી મર્યાદા ઓળંગાઈ; ભાજપની કાર્યવાહીની માંગ સામે વિપક્ષે માફીની અપીલ કરી, લોકશાહીના મંદિરમાં આચરણ પર ઉઠ્યા ગંભીર સવાલ9:11 PM IST
કાંગારૂઓની ધરતી પર પાકિસ્તાનની 'આંતરરાષ્ટ્રીય ફજેતી': હોટલનું બિલ ચૂકવવાના પૈસા નથી, ખેલાડીઓને રસ્તા પર ભટકવાનો વારો આવ્યો! : વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી ટીમની ભિખારી જેવી હાલત: ઓસ્ટ્રેલિયામાં હોટલ બુકિંગ કેન્સલ થતા કલાકો સુધી સામાન સાથે રસ્તા પર ઉભા રહ્યા પાક. ખેલાડીઓ, એક રૂમમાં ત્રણ-ત્રણ ખેલાડીઓને ઠાંસી દેવાયા9:10 PM IST
ફ્રાન્સમાં ‘નિલ્સ’ વાવાઝોડાનો હાહાકાર: ૯ લાખ ઘરોમાં અંધપટ્ટ: બે લોકોના મોત અને નદીઓ ગાંડીતૂર બનતા ‘રેડ એલર્ટ’! : યુરોપના પાવરહાઉસ ફ્રાન્સમાં કુદરતી આફતની કાળી રાત: ગેરોન નદીના પૂરથી આખું શહેર પાણી-પાણી : ૩,૦૦૦થી વધુ કર્મચારીઓ યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં : આબોહવા પરિવર્તનને કારણે ત્રાટકેલા ‘અસાધારણ’ તોફાને પૂર્વી યુરોપ તરફ ગતિ કરતા ફફડાટ9:08 PM IST
બાંગ્લાદેશમાં ‘તારિક યુગ’નો પ્રારંભ: વિશ્વ મીડિયાએ કહ્યું: “ભારત સાથેના સંબંધો સુધારવા એ રહેમાન માટે સૌથી મોટો પડકાર” : ન્યૂ યોર્ક ટાઈમ્સથી લઈને અલ જઝીરા સુધીની નજર: ૧૭ વર્ષના દેશનિકાલ બાદ તારિક રહેમાન બનશે બાંગ્લાદેશના નવા સુકાની : ઓગસ્ટ ૨૦૨૪ની ક્રાંતિ બાદ પ્રથમ મુક્ત ચૂંટણીમાં BNPનો દબદબો 9:04 PM IST
સનાતન ધર્મમાં નવો ઇતિહાસ: હવે કિન્નર સમુદાયના પોતાના અલગ 'શંકરાચાર્ય' હશે! 'કિન્નર જિહાદ' અને ધર્માંતરણ રોકવા માટે અખાડાનો મોટો નિર્ણય : મહાશિવરાત્રિના પવિત્ર પર્વે થશે મહામંડલેશ્વર અને મહંતોની સત્તાવાર જાહેરાત; ભોપાલમાં ૨૫૦ કિન્નરો હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરશે, ઋષિ અજય દાસની ગંભીર જાહેરાત8:56 PM IST
તેલંગાણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય વિજયકુચ : ૧,૫૦૦ વોર્ડમાં પંજો ગજવ્યો : BRS બીજા ક્રમે જ્યારે ભાજપ ત્રીજા સ્થાને ફેંકાયું : ૭૩.૦૧ ટકાના ભારે મતદાન બાદ જાહેર થયેલા પરિણામોમાં સત્તાધારી પક્ષનો દબદબો : મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીને પ્રિયંકા ગાંધીએ પાઠવ્યા અભિનંદન : ૧૬મી ફેબ્રુઆરીએ કાઉન્સિલરો અને કોર્પોરેટરો લેશે શપથ8:37 PM IST
બાંગ્લાદેશમાં 'કમળ' નહીં પણ 'બળદગાડા' વાળી BJPની એન્ટ્રી : હાથી, સાયકલ અને લાલટેન જેવા ભારતીય ચૂંટણી ચિહ્નો ધરાવતા પક્ષોના સૂપડા સાફ : શેખ હસીનાની વિદાય બાદ યોજાયેલા 13માં સંસદીય ચૂંટણી જંગમાં BNPએ 209 બેઠકો સાથે ગજવ્યો આખા દેશનો ગઢ : કમળના નિશાન વાળી NCPને માત્ર 6 બેઠકો મળી જ્યારે અખિલેશ-માયાવતી-લાલુના ચિહ્નો જેવા પક્ષોને જનતાએ ઘરભેગા કર્યા8:02 PM IST
ભારતીય ફેન્સિંગનો 'સુવર્ણ યુગ' શરૂ: પટિયાલામાં ₹૨૨.૮૩ કરોડનું અત્યાધુનિક હાઈ-પર્ફોર્મન્સ સેન્ટર તૈયાર, ખેલાડીઓએ કહ્યું- "યુરોપ જેવી સુવિધાઓ હવે ભારતમાં!" : એશિયન ગેમ્સ ૨૦૨૬ પૂર્વે ફેન્સર્સને મળી મોટી ભેટ; જર્મની અને હંગેરીના સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઇડ્રોથેરાપી અને સ્પોર્ટ્સ સાયન્સ જેવી સુવિધાઓ હવે એક જ છત નીચે ઉપલબ્ધ8:00 PM IST
તમિલનાડુમાં 'મહિલા ગ્રાન્ટ' પર મહાસંગ્રામ: પલાનીસ્વામીએ સ્ટાલિનને 'કઠપૂતળી મુખ્યમંત્રી' કહ્યા, તો કનિમોઝીએ વળતો પ્રહાર કરતા કહ્યું - "ચૂંટણીમાં હારના ડરથી AIADMK ફફડી ઉઠી છે!" : સીએમ સ્ટાલિને ૧.૩૧ કરોડ મહિલાઓના ખાતામાં ₹૫,૦૦૦ જમા કરાવતા રાજકારણ ગરમાયું; ૨૦૨૬ની ચૂંટણી પહેલા DMK અને AIADMK વચ્ચે આરપારની લડાઈ, જાણો શું છે આખો વિવાદ7:56 PM IST
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઇને કોંગ્રેસ દ્વારા મોટા આંદોલનની તૈયારી : ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ સાથે રાહુલ ગાંધીની બેઠક : વ્યાપાર સમજૂતીએ કૃષિ આયાત માટે દરવાજા ખોલી નાખ્યા છે અને જલ્દી જ ઘણાં અન્ય પાક પણ આની ઝપટમાં આવી શકે :ખેડૂતો-ખેતમજૂરોની આજીવિકાની સુરક્ષા માટે મોટા આંદોલનની જરૂરત પર પણ થઈ ચર્ચા7:47 PM IST
IND vs PAK: કોલંબોમાં ક્રિકેટનો ‘કરંટ’! વિમાનની ટિકિટ ₹૧ લાખને પાર અને હોટેલના એક રાતના ₹૧.૫ લાખ : આ રોમાંચ છે કે લૂંટ? : ૧૫ ફેબ્રુઆરીની મહાટક્કર પહેલાં શ્રીલંકાની રાજધાની છાવણીમાં ફેરવાઈ: પાકિસ્તાની ટીમ ૨૪મા માળે ‘કેદ’ તો ટીમ ઇન્ડિયા માટે ITCમાં લોખંડી બંદોબસ્ત : ટિકિટના કાળાબજારમાં ₹૬૫,૦૦૦ સુધીના ભાવ બોલાતા ચાહકોના ખિસ્સા ખાલી7:42 PM IST
જુનિયર બચ્ચનનો ‘મહાલક્ષ્મી’ મોટો દાવ: અભિષેકે ₹૧૪.૫ કરોડમાં વેચ્યો લક્ઝરી ડુપ્લેક્સ : પ્રતિ ચોરસ ફૂટનો ભાવ સાંભળી આંખો ફાટી જશે! : ગોદરેજ પ્લેનેટના ૪૦મા માળે આવેલું આલીશાન ઘર હવે બેઈન કેપિટલના પાર્ટનરનું: ₹૬૪,૪૭૩ પ્રતિ સ્ક્વેર ફૂટના રેકોર્ડ ભાવે થયો સોદો : મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં સેલિબ્રિટીઝનો જમાવડો7:41 PM IST
કોલસા કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી : ₹૧૦૦ કરોડની મિલકત જપ્ત : ₹૧૦ની નોટ અને ‘લાલા પેડ’થી ચાલતું હતું કરોડોનું કાળું નાણું! : અનુપ માંઝી ઉર્ફે લાલાના સિન્ડિકેટ પર તવાઈ: પશ્ચિમ બંગાળના ગેરકાયદે ખાણકામમાં ₹૨,૭૪૨ કરોડની કાળી કમાણીનો ખુલાસો : ૧૦ની નોટના સીરીયલ નંબરથી હવાલા વ્યવહારો અને નકલી ઇન્વોઇસ દ્વારા પોલીસની નજર સામે થતી કોલસાની ચોરી7:40 PM IST
રાહુલ ગાંધીની ‘આક્રમક’ બેટિંગ: બજેટ સત્રમાં બજેટ ઓછું અને વિવાદો વધુ : શું વિપક્ષ એજન્ડા સેટ કરવામાં સફળ રહ્યો? : જનરલ નરવણેનું પુસ્તક, એપ્સ્ટેઈન ફાઈલ્સ અને અમેરિકા સાથેનો વેપાર સોદો : રાહુલ ગાંધીના એક પછી એક પ્રહારોથી સત્તાધારી પક્ષ બેકફૂટ પર: સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ અને રાહુલ ગાંધીને આજીવન પ્રતિબંધિત કરવાની ભાજપની માંગ વચ્ચે સંસદમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા7:38 PM IST
સ્ત્રીઓ માટે ‘સાઇલન્ટ કિલર’ બની રહી છે વિટામિન-Dની ઉણપ: જો તમને પણ સતત થાક લાગે છે, તો થઈ જજો સાવધાન! : એસી ઓફિસ અને સનસ્ક્રીનના અતિરેકે ભારતીય મહિલાઓને બીમારીના ઉંબરે લાવી દીધી: હાડકાંનો દુખાવો, વાળ ખરવા અને ડિપ્રેશન જેવા લક્ષણો પાછળ સૂર્યપ્રકાશનો અભાવ જવાબદાર : માત્ર ૧૫ મિનિટનો તડકો બચાવી શકે છે ગંભીર સર્જરી અને હોસ્પિટલના ખર્ચથી7:38 PM IST
ડિજિટલ દુનિયામાં ‘સર્જિકલ સ્ટ્રાઈક’નો ખતરો: ભારતીય કંપનીઓ માટે સાયબર સુરક્ષા હવે લક્ઝરી નહીં પણ અનિવાર્યતા, AI જોખમોએ વધારી ચિંતા! : ફિક્કી-EY રિસ્ક સર્વે 2026નો ચોંકાવનારો ખુલાસો: 61% બિઝનેસ લીડર્સ માને છે કે સાયબર એટેક સૌથી મોટું જોખમ; ડેટા ચોરીમાં બહારના દુશ્મનો કરતા ‘ઘરના ભેદી’ વધુ જોખમી7:04 PM IST
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : બેન્કિંગ દિગ્ગજ ઉદય સુરેશ કોટક ગિફ્ટ સિટી (GIFT City) ના નવા ચેરમેન તરીકે નિયુક્ત : હસમુખ અઢિયાનું લીધું સ્થાન : રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે બહાર પાડ્યું સત્તાવાર જાહેરનામું : ભારતની પ્રથમ ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ ગણાતી ગિફ્ટ સિટીના વ્યૂહાત્મક વિકાસ અને વૈશ્વિક ફિનટેક નેતૃત્વમાં ઉદય કોટક ભજવશે નિર્ણાયક ભૂમિકા6:47 PM IST
બાંગ્લાદેશમાં બે દાયકા બાદ 'બેગમ'ની પાર્ટીનો દબદબો: BNPની પ્રચંડ જીત સાથે તારિક રહેમાન વડાપ્રધાન બનવા તૈયાર, ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની કરી માંગ : પીએમ મોદીએ તારિક રહેમાનને ફોન કરી પાઠવ્યા અભિનંદન; ૨૯૭માંથી ૨૧૨ બેઠકો પર BNPનો કબ્જો, ચીને પણ નવા શાસન સાથે કામ કરવાની તૈયારી દર્શાવી6:34 PM IST
બેંકો અથવા તેમના એજન્ટો હવે લોન વસૂલાતના નામે ગ્રાહકોને ડરાવી શકશે નહીં : ખાસ પ્રસંગોએ લોન વસૂલાતની મંજૂરી આપવામાં આવશે નહીં, વસૂલાત એજન્ટો દ્વારા ગેરવર્તણૂક માટે બેંકો જવાબદાર રહેશેઃ RBI : RBI હવે નિયમો કડક બનાવવાની તૈયારી કરી રહી છેઃ કેન્દ્રીય બેંકે આ હેતુ માટે ડ્રાફટ નિયમો જારી કર્યા છે. નવા નિયમો અનુસાર, વસૂલાત એજન્ટો દ્વારા કરવામાં આવતા દરેક કોલ રેકોર્ડ કરવામાં આવશે અને તેમને ગ્રાહકો સાથે નમ્રતાથી વાત કરવાની જરૂર રહેશે9:57 AM IST
૧ એપ્રિલથી PANના નવા નિયમો અમલમાં આવશે : પ્રાથમિક ઉદ્દેશ્ય સામાન્ય લોકોને નાના રોજિંદા વ્યવહારોમાં રાહત આપવાનો અને મોટા વ્યવહારો પર નજર રાખવાનો : રૂા.૫ લાખથી વધુ કિમતના વાહનો માટે હવે, PAN કાર્ડ આપવું ફક્ત ફરજિયાત રહેશે. આમાં ટુ-વ્હીલરનો સમાવેશ થાય છેઃ નાના વ્યવહારો માટે દરરોજ તમારો PAN બતાવવાની જરૂર રહેશે નહીં9:57 AM IST
સાવધાન! ઓનલાઇન ગેમિંગ હવે 'બાળકોની રમત' નથી રહી: ગાઝિયાબાદમાં ૩ બહેનોના મોત પાછળ 'ડેર' ગેમનું કનેક્શન, જાણો કેવી રીતે ડિજિટલ વ્યસન બાળકોને મોત તરફ ધકેલે છે : ભારતમાં ૪૯% બાળકો દરરોજ ૩ કલાકથી વધુ સમય ગેમ પાછળ વેડફે છે; ગેમિંગ કંપનીઓની 'ન્યુરોમાર્કેટિંગ' જાળમાં ફસાઈ રહ્યું છે કુમળું માનસ, ૨૦૨૯ સુધીમાં માર્કેટ ₹૭૮,૦૦૦ કરોડે પહોંચશે5:38 PM IST
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે રવિવારે ગુજરાતમાં દેશની સૌપ્રથમ CBDC (સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોષી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે : CBDC આધારિત સિસ્ટમ સાથે પારદર્શક, આધુનિક અને સરળ ડિજિટલ જાહેર વિતરણ યુગનો પ્રારંભ થશે : ૧ કિ.ગ્રા પેકિંગમાં તુવેર દાળ અને ચણાનું વિતરણ, 'અન્નપૂર્તિ ગ્રેઇન ATMથી અનાજ વિતરણનો પ્રારંભ થશે5:21 PM IST
IIM લખનૌમાં હવે ધોરણ 12 પછી સીધો પ્રવેશ! પહેલીવાર શરૂ થયો AI અને બિઝનેસ એનાલિટિક્સનો અંડરગ્રેજ્યુએટ કોર્સ, JEE પાસ યુવાનો માટે ગોલ્ડન ચાન્સ : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યું ઉદ્ઘાટન; 2026-27થી શરૂ થશે 4 વર્ષનો સ્પેશિયલ ડિગ્રી કોર્સ, ટેકનિકલ માસ્ટરી અને મેનેજમેન્ટનું અદભૂત ફ્યુઝન5:14 PM IST
અમરેલી જિલ્લા ભાજપના સંગઠનનું નવું માળખું જાહેર : જ્ઞાતિ-જાતિના સમીકરણો સાથે અનેક નવા ચહેરાઓને મળ્યું સ્થાન : આગામી ચૂંટણીલક્ષી રણનીતિના ભાગરૂપે હોદ્દેદારોની નિમણૂક : ઉપાધ્યક્ષ, મહામંત્રી અને મંત્રીઓ સહિત વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી : અમરેલી શહેર-તાલુકો, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ સહિતના પંથકોને અપાયું પ્રતિનિધિત્વ : પ્રદેશ પ્રમુખની સૂચનાથી અતુલ કાનાણી દ્વારા યાદી કરાઈ પ્રસિદ્ધ5:05 PM IST
સરહદ પાર 'ધુરંધર'નો ક્રેઝ: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં રણવીર સિંહની ફિલ્મની પાઇરેટેડ નકલોનો રાફડો, માત્ર ₹16માં વેચાઈ રહી છે સીડી! : ન્યુઝીલેન્ડના ફેમસ યુટ્યુબર કાર્લ રોકે પાકિસ્તાનના બજારોમાં ચાલતા ગેરકાયદે ગોરખધંધાનો કર્યો પર્દાફાશ; ₹1,300 કરોડની કમાણી કરનાર ફિલ્મનો પાડોશી દેશમાં જબરદસ્ત વિરોધાભાસ4:44 PM IST
આકરો ઉનાળો: લા નિનાની વિદાય અને અલ નિનોની આ વર્ષે ગરમીના તમામ રેકોર્ડ તૂટવાની ભીતિ : તાપમાનનો પારો અસામાન્ય ઊંચો જવા સંભવ: એપ્રિલ - મે માં લૂના પ્રકોપ સાથે ગરમી ત્રાહિમામ પોકારાવશે ? : આ વર્ષના નૈઋત્યના ચોમાસા પર પણ સંકટના વાદળો? વરસાદની અસમાન વહેંચણી ખેડૂતો અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બંને તેવી સંભાવના2:54 PM IST
જુઓ મહત્વના સમાચાર 2:54 PM IST
મિત્રતામાં મંદીની ઋતુથી એકલતા બની રહી છે માનવીય સંકટ : હાર્વર્ડના અહેવાલ મુજબ, લોકો હવે મિત્રો સાથે વિતાવતા સમયમાં ૪૦%નો ઘટાડો કરી ચુક્યા છે આ એકલતા માત્ર માનસિક કુંઠાઓ જ નહીં, પણ ગંભીર શારીરિક બીમારીઓ પણ નોતરે છે : અમેરિકામાં ૧૯૯૦ પછી એવા લોકોની સંખ્યા ત્રણ ગણી વધી છે જેમની પાસે એક પણ ઘનિષ્ઠ મિત્ર નથીઃ અમેરિકામાં ૪૦% લોકો પાસે માત્ર ઓનલાઈન મિત્રો છેઃ અમેરિકામાં સોલો ડાઇનિંગ (એકલા જમવા જવું) માં ૨૯%નો વધારો10:00 AM IST
૨૦૨૬માં ભારત એશિયાની સૌથી ઝડપથી વિકસતી ઇકોનોમી બનશેઃ ફિચ રેટિંગ્સ : એજન્સીને અપેક્ષા છે કે ૨૦૨૬માં ભારતનું અર્થતંત્ર ૬.૪ ટકાના દરે વિસ્તરશે, જે ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા પ્રાદેશિક દેશો કરતાં આગળ રહેશે : ભારત યુએસ ટેરિફના જોખમને ઘટાડવા માટે અનેક વેપાર કરારો દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ સિવાયના દેશો સાથે તેના વેપાર સંબંધોનો વિસ્તાર કરી રહ્યું છે10:18 AM IST
SC/ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર નથી હોતો : SC/ST કાયદાની કલમ 3(1)(r) હેઠળ, અનુસૂચિત જાતિના સભ્યનું દરેક અપમાન અત્યાચાર ગણી શકાય નહીં: હાઈકોર્ટનો એક મહત્વપૂર્ણ નિર્ણય : કોલકાતા હાઈકોર્ટે જણાવ્યું છે કે જ્યાં સુધી જાહેર ધમકી અથવા અપમાન ન હોય, ત્યાં સુધી મતભેદ, વહીવટી વિવાદો અથવા કથિત કાર્યસ્થળનું અપમાન આ કાયદા હેઠળ ગુનો નથી બનતો10:18 AM IST
'એઆઈ ફોર ઓલ': ભારત બનશે વૈશ્વિક એઆઈ પાવરહાઉસ: નવી દિલ્હીમાં સોમવારથી ભવ્ય એઆઈ ઈમ્પેક્ટ સમિટનું આયોજન; ૯ વડાપ્રધાન, ૭ રાષ્ટ્રપતી, ૨ ઉપરાષ્ટ્રપતિ સહિત વિશ્વભરના નેતાઓ આપશે હાજરી: ન્યુઝ ફર્સ્ટ : અબજો ડોલરના રોકાણોની સમજૂતીઓ થઈ શકે છે: માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પરંતુ વિશ્વની ટોચની ટેક કંપનીઓના વડાઓ ગૂગલના સુંદર પિચાઈ, ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન, માઈક્રોસોફ્ટના બ્રેડ સ્મિથ અને એનવીડિયાના જેન્સન હુઆંગ જેવા દિગ્ગજો પણ આ મંચ પરથી સંબોધન કરશે9:40 AM IST
દક્ષિણ અમેરિકાના દરિયાકિનારા નજીક અમેરિકન નૌસેનાના બે શક્તિશાળી યુદ્ધ જહાજો વચ્ચે જોરદાર ટક્કર, બે સૈનિકો ઘાયલ: બંને જહાજ હેમખેમ: નુકસાનનું આકલન કરવાની કામગીરી ચાલુ: ન્યૂઝ ફર્સ્ટ : કેરેબિયન સમુદ્રમાં મધ્ય-સાગરે ઇંધણ ભરવાની અને માલસામાનની હેરફેર કરવાની કામગીરી દરમિયાન યુએસએસ ટ્રક્સટન અને યુએસએનએસ સપ્લાય નામના બે જહાજો વચ્ચે અકસ્માત સર્જાયો, સદનસીબે મોટી જાનહાનિ ટળી9:42 AM IST
શેરબજારમાં ફરી વળ્યો ‘તેજી’નો કરંટ: વિદેશી રોકાણકારોની સતત પાંચમા દિવસે જોરદાર ખરીદી; FII અને DII ની જુગલબંધીથી રોકાણકારોમાં જાગ્યો નવો આશાવાદ : બજારના કડાકા વચ્ચે સંસ્થાકીય રોકાણકારો બન્યા ‘તારણહાર’: વિદેશી ભંડોળે ₹108 કરોડ ઠાલવ્યા, તો દેશી રોકાણકારોએ ₹276 કરોડની ખરીદી કરી માર્કેટને આપ્યો મજબૂત સપોર્ટ; જાણો લેટેસ્ટ આંકડા9:12 PM IST
બંગાળના રણમેદાનમાં કોંગ્રેસનો ‘એકલપંથ રે’: મમતાએ હાથ છોડ્યો અને ડાબેરી સાથ છૂટ્યો; શું બધી 294 બેઠકો પર એકલા લડવાનો નિર્ણય સંજીવની બનશે કે આત્મઘાતી? : રાજકીય અસ્તિત્વ ટકાવવા કોંગ્રેસનો મોટો જુગાર: અધીર રંજન ચૌધરીના ‘બલિદાન’ પછી પણ મમતાનો પ્રેમ ન મળ્યો; ભાજપ અને TMC વચ્ચેના જંગમાં ‘પંજો’ કેટલો દમ બતાવશે?9:00 PM IST
બેંકોની ‘મનમાની’ પર RBIની લાલ આંખ: હવે ગમે ત્યારે સેલ્સ કોલ નહીં આવે, સવારે 9 થી સાંજે 6 સુધીનો જ સમય; પ્રોડક્ટ પધરાવી દીધી હશે તો મળશે ફૂલ રિફંડ : ડાર્ક પેટર્ન અને બળજબરીથી વીમો પધરાવવાનો ખેલ હવે ખતમ: લોન સાથે મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય સ્કીમ માટે હવે બેંકો દબાણ નહીં કરી શકે; 1લી જુલાઈથી નવા કડક નિયમોનો અમલ9:00 PM IST
પરભણીમાં ઉદ્ધવ ઠાકરેનો મોટો રાજકીય દાવ: સૈયદ ઈકબાલ બન્યા મેયર અને ભાજપ લાલચોળ; પૂછ્યું- “શું સત્તા માટે બાળાસાહેબનું હિન્દુત્વ ભૂલી ગયા?” : મહા વિકાસ આઘાડીની એકતાએ ભાજપના ઉમેદવારને પછાડ્યા: પરભણી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેના (UBT) એ મુસ્લિમ ચહેરા પર લગાવ્યો દાવ; કોંગ્રેસ-NCPના સમર્થનથી ભગવો નહીં પણ ‘વોટબેંક’ જીતી હોવાનો ભાજપનો આક્ષેપ9:01 PM IST
અંધશ્રદ્ધાનો લોહીયાળ ખેલ: જાદુટોણાની શંકામાં નરબલિ જેવું જઘન્ય કૃત્ય, પૂજામાં બોલાવી યુવકે પાડોશી પુરુષ અને મહિલાના માથા કાપી નાખ્યા : સિંગરૌલીના અતરવા ગામમાં વહેલી સવારે ખેલાયું મોતનું તાંડવ: પત્નીના ગર્ભપાતથી માનસિક સંતુલન ગુમાવનાર યુવકે દેવીને પ્રસન્ન કરવા હથિયાર ઉઠાવ્યું; વચ્ચે પડનાર અન્ય બે લોકો પણ ગંભીર ઈજાગ્રસ્ત9:09 PM IST
રેડિયોના એ લાકડાના બોક્સમાં કેદ છે સિનેમાનો સુવર્ણ ઈતિહાસ: 100 વર્ષની સફર અને લાખો યાદો; જાણો કેવી રીતે રેડિયો બન્યો બોલતી ફિલ્મોનો અસલી ‘હીરો’ : વિશ્વ રેડિયો દિવસ વિશેષ: જ્યારે ટીવી નહોતા ત્યારે ઘરના આંગણામાં ગુંજતો હતો ફિલ્મી સિતારાઓનો અવાજ; ‘આલમ આરા’ થી શરૂ થયેલો આ કાલાતીત સંબંધ આજે પણ છે અકબંધ9:10 PM IST
કોલ ઇન્ડિયાના પરિણામોમાં ‘મિશ્ર’ તેજી: નફામાં ઘટાડો છતાં બજારની ધારણાઓને પછાડી, રોકાણકારો માટે ₹5.5 ના ડિવિડન્ડનો મોટો ધમાકો : ડિસેમ્બર ક્વાર્ટરમાં ₹7,166 કરોડનો ચોખ્ખો નફો નોંધાયો: આવકમાં ઘટાડો થયો હોવા છતાં એનાલિસ્ટ્સના અંદાજ કરતાં આંકડા રહ્યા ચડિયાતા; જાણો ક્યારે મળશે ડિવિડન્ડના પૈસા અને શું છે રેકોર્ડ ડેટ9:12 PM IST
બાંગ્લાદેશમાં 'Gen-Z' નો શંખનાદ: ૧૭ વર્ષના ઈંતઝાર બાદ યુવાનોએ પહેલીવાર કર્યું મતદાન; ‘નવા બાંગ્લાદેશ’ ના જન્મદિવસ પર પરિવર્તનની આશા : શેખ હસીનાના શાસનનો અંત લાવનાર વિદ્યાર્થીઓના જોશથી મતદાન મથકો છલકાયા: ૨૭ વર્ષના યુવાનોએ પણ જીવનમાં પ્રથમવાર વાપર્યો મતાધિકાર; ભ્રષ્ટાચાર અને અરાજકતા મુક્ત દેશની કરી માંગ9:20 PM IST
રાજપાલ યાદવ પાસે ₹50 કરોડનું સામ્રાજ્ય હોવા છતાં જેલવાસ કેમ? KRK એ ઉઠાવ્યા ગંભીર સવાલો- ‘પત્ની બહાર અને પતિ જેલમાં, આ તે કેવું ગણિત?’ : કોમેડી કિંગની કાનૂની મુશ્કેલીમાં બોલિવૂડના ‘વિવેચક’નો નવો વિવાદ: 5 કરોડની લોન સામે કરોડોની સંપત્તિ હોવાનો દાવો; સલમાન-અજય જેવા દિગ્ગજો મદદ માટે આગળ આવ્યા છતાં KRK એ ખોલ્યા જૂના પાના9:27 PM IST
સોના-ચાંદીના ભાવમાં પ્રચંડ કડાકો: એક જ દિવસમાં ચાંદી ₹8,500 તૂટી, સોનામાં પણ મોટું ગાબડું; જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ? : વૈશ્વિક બજારમાં મંદીનો માહોલ અને MCX પર ભાવ ગગડતા ગ્રાહકોને મોટી રાહત: લગ્નસરાની સીઝન પહેલા કિંમતી ધાતુઓના દરમાં થયેલા ઘટાડાથી બજારમાં હલચલ; દિલ્હીથી મુંબઈ સુધીના ભાવ તપાસો9:27 PM IST
યુવા પેઢીમાં જાગ્યો ‘ગોલ્ડ’ ક્રેઝ: મ્યુચ્યુઅલ ફંડ અને ક્રિપ્ટોને પછાડી સોનું બન્યું Gen Z ની પહેલી પસંદ; ₹25,000 ના રોકાણ માટે 62% યુવાનોનો સોના પર ભરોસો : સર્વેમાં ચોંકાવનારો ખુલાસો: હવે લગ્ન નહીં પણ ‘પહેલા પગાર’ થી સોનું ખરીદી રહ્યા છે યુવાનો; 2 થી 5 ગ્રામના સિક્કા અને હળવી જ્વેલરીમાં રોકાણનો નવો ટ્રેન્ડ, જાણો શું કહે છે આંકડા9:28 PM IST
સુરતથી પશ્ચિમ બંગાળ સુધી દોડશે ‘ગૂડ્સ ટ્રેન’ની સ્પેશિયલ લાઈન: ડંકુની-સુરત ફ્રેઈટ કોરિડોર માટે રેલવેની ફાસ્ટ-ટ્રેક એક્શન; 2100 કિમી લાંબો રૂટ બદલી નાખશે દેશનો નકશો : કેન્દ્રીય બજેટ 2026ની જાહેરાત બાદ રેલવે બોર્ડ એક્શન મોડમાં: ગુજરાત સહિત 5 રાજ્યોને મળશે સીધો ફાયદો; માલસામાનની હેરફેર થશે સુપરફાસ્ટ અને રેલવેના મુખ્ય રૂટ પર ટ્રાફિકનું ભારણ ઘટશે9:30 PM IST
ભારત-અમેરિકા વેપાર કરાર પર પંજાબમાં રાજકારણ ગરમાયું: સુનીલ જાખરે ખેડૂતોને આપ્યું ‘ખુલ્લું આમંત્રણ’, કહ્યું- ‘આંદોલન છોડો, સંવાદનો માર્ગ અપનાવો’ : ખેડૂત સંગઠનોની ચિંતા વચ્ચે ભાજપનો મોટો દાવો: ઘઉં-ડાંગર સહિતના મુખ્ય પાકોને કરારથી રખાયા બહાર; પંજાબના યુવાનો માટે રોજગારના નવા દ્વાર ખુલશે, જાણો શું છે સરકારનો પક્ષ9:31 PM IST
મોંઘવારીના આંકડામાં મોટો ઉલટફેર: ભારતનો છૂટક ફુગાવો જાન્યુઆરીમાં ૨.૭૫% નોંધાયો; એક દાયકા બાદ ફુગાવાની ગણતરીની રીત બદલાઈ, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર? : નવી CPI શ્રેણી સાથે અર્થતંત્રમાં નવા યુગની શરૂઆત: બેઝ યર ૨૦૧૨ થી બદલીને ૨૦૨૪ કરાયું; ખોરાક કરતા હવે શિક્ષણ, કપડાં અને સેવાઓ પાછળ થતો ખર્ચ ફુગાવાને નક્કી કરશે, RBI ની મર્યાદામાં રહેતા રાહત9:32 PM IST
ભારત બન્યું ‘ડિજિટલ સુપરપાવર’: RBIનો પેમેન્ટ ઇન્ડેક્સ પહેલીવાર ૫૦૦ને પાર: દુનિયા જોતી રહી ગઈ ભારતની સ્પીડ! : માર્ચ ૨૦૧૮ના ૧૦૦ના સ્કોર સામે સપ્ટેમ્બર ૨૦૨૫માં ઇન્ડેક્સ ૫૧૬.૭૬ પર પહોંચ્યો: UPIના દમ પર ભારતે ચીન અને બ્રાઝિલને પછાડી વૈશ્વિક રિયલ-ટાઇમ પેમેન્ટ્સમાં ૪૯% બજાર હિસ્સા સાથે મેળવ્યું પ્રથમ સ્થાન 10:31 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાસુરત શહેર ભાજપ સંગઠનનું માળખું જાહેર : પરેશ પટેલની ટીમમાં યુવા, મહિલા અને વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી સાથે જ્ઞાતિ-જાતિના સમીકરણો સાધવા પ્રયાસ : જુઓ સંપૂર્ણ સૂચિ : મુકેશભાઈ દેસાઈ સહિત ૮ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી અને ૯ મંત્રીઓ સાથેના જંગી લિસ્ટમાં સોશિયલ મીડિયા, આઈ.ટી. અને મીડિયા વિભાગના સંયોજકોની પણ નિમણૂક : સંગઠનાત્મક ફેરબદલથી કાર્યકરોમાં ગરમાવો7:23 PM IST
અમદાવાદમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ વિચારધારાનો ગુંજારવ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદય માહુરકર લિખિત પુસ્તકનું ભવ્ય લોકાર્પણ થશે : પૂર્વ માહિતી કમિશનર અને વરિષ્ઠ પત્રકારના ‘મારી રાષ્ટ્ર પ્રથમ કલ્પના’ પુસ્તકનું વિમોચન : જગદીશ વિશ્વકર્મા, ભરત પંડ્યા અને ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીની ગરિમામય ઉપસ્થિતિમાં રાષ્ટ્રવાદની સાચી પરિભાષા વ્યાખ્યાયિત કરાશે7:02 PM IST
મહેસાણા જિલ્લા ભાજપના સંગઠનનું નવું માળખું જાહેર : જ્ઞાતિ-જાતિના સમીકરણો સાથે અનેક નવા ચહેરાઓને મળ્યું સ્થાન : આગામી ચૂંટણીલક્ષી રણનીતિના ભાગરૂપે હોદ્દેદારોની નિમણૂક : જુઓ સંપૂર્ણ યાદી : ઉપાધ્યક્ષ, મહામંત્રી અને મંત્રીઓ સહિત વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી : મહેસાણા શહેર-તાલુકો, વિસનગર, કડી અને ઊંઝા સહિતના પંથકોને અપાયું પ્રતિનિધિત્વ : પ્રદેશ પ્રમુખની સૂચનાથી યાદી કરાઈ પ્રસિદ્ધ5:00 PM IST
ગરવી ગુર્જરીની પ્રોત્સાહક પહેલે કલા-કારીગરોને આપ્યો ગૌરવમય મંચ : ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો : પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી વિધાનસભા હવે કલાનું પ્રતિનિધિત્વ પણ કરશે* : બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ : વિધાનસભા સંકુલમાં અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલી કલાની કલાકૃતિઓ બનશે આકર્ષણનું કેન્દ્ર5:34 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગાંધીનગરમાં સંપન્ન : કાઉન્સિલના વાઈસ ચેરમેન – નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને પ્રેરણાથી થઈ રહેલા સાબરમતી આશ્રમના અદ્યતનીકરણ અને નવીનીકરણની કામગીરીની પ્રગતિની સમીક્ષા : સમગ્ર પરિસરમાં અત્યારસુધીમાં 98 હજાર જેટલા નાના મોટા ઝાડ-પ્લાન્ટેશનની કામગીરી થઇ ગઇ-માર્ચ-26 સુધીમાં વધુ 16 હજાર પ્લાન્ટેશનનું આયોજન : મુલાકાતીઓ આશ્રમની મુલાકાત સાથે યોગ્ય સેવા પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ શકે તેના વિવિધ પાસાંઓની વિશદ ચર્ચા-વિમર્શ : 28 મકાનોની રિસ્ટોરેશન કામગીરીમાંથી 22નું રિસ્ટોરેશન પૂર્ણ, માર્ચ-26 સુધીમાં રિસ્ટોરેશન કામગીરી પૂરી થઈ જશે5:18 PM IST
મહાશિવરાત્રીએ સોમનાથમાં ભુપેન્દ્રભાઇ અને હર્ષ સંઘવી આવશેઃ કૈલાશ ખેરનો કાર્યક્રમ : તા.૧૪ના પાર્થ ઓઝા અને ઉર્વશીબેન રાદડિયા શિવ મહિમા સહિતની સંગીત પ્રસ્તુતિ રજૂ કરશેઃ તા.૧૫ના ગુજરાતના ખ્યાતનામ : કલાકાર શ્રી જીગરદાન ગઢવી, ઋષભ આહીર, રૂજુ જાદવ અને યશ બારોટ ભક્તિસભર સંસ્કળતિ પ્રસ્તુતિઓ રજૂ કરશે11:35 AM IST
સુરતમાં રૂઢનાથપુરાના રેસીડન્ટ મકાનમાં દાગીના બનાવવાના કારખાનામાં ગેસની નાની બોટલમાં બ્લાસ્ટ : મશીન, ટેબલ-ખુરશી, વાયરીંગને નુકસાન : ધડાકા સાથે બારણા-બારીના કાચ તૂટી ગયા: એક વ્યકિત બચી જતા બહાર દોડી ગયો : દાગીના બનાવવા માટે ઉપયોગ કરવામાં આવેતી બ્લુકેમ પ્રોટેબલ ગેસ કારટેજ એટલે કે ગેસની નાની બોટલ (ટીન) અચાનક એકાએક જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો : ફાયરબ્રિગેડની ટીમે બચાવ કાર્ય કર્યું4:50 PM IST
રાજ્યમાં ડ્રગ્સ સિન્ડિકેટના ખાત્મા માટે વધુ એક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો પ્રારંભ : નો ડ્રગ્સ ઈન ગુજરાત..સૂત્ર કાગળ પર નહિ, ફટાફટ અમલ, રાજકોટ, વડોદરા પછી અમદાવાદ ઝોનમાં પણ ANTF નો મુખ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા પ્રારંભ CID સાથે ANTF વધુ ત્રણ ઝોનમાં તુર્ત કાર્યરત થશેઃ મિલકત વિરોધી, મહિલા વિરોધી કે બાળકો વિરુદ્ધના અપરાધમાં પોલીસ તુર્ત પગલાં લેવા ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ મહાનિર્દેશક દ્વારા અમદાવાદની રિજિયોનલ કોન્ફરન્સમાં માસ્ટર પ્લાન જાહેર કરાયો10:51 AM IST
ગુજરાતમાં વાયુ પ્રદુષણનો રોકેટ ગતિએ વધારો : યુધ્ધના ધોરણે પગલા જરૂરી : વાયુ પ્રદુષણથી ભારતમાં રોજ અંદાજે ૪,૫૦૦ થી વધુ મોત ઝેરી હવાને કારણે થાય છેઃ વર્લ્ડ બેન્ક દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ ભારતની ૧૦૦% ટકા વસ્તી હાનિકારક PM2.5 કણોના સંપર્કમાં છેઃ WHOના માપદંડો ઉપર દેશમાં કાર્યવાહી કરવામાં આવે તો દર વર્ષે વાયુ પ્રદુષણથી થતા ૧૫ લાખ જેટલા વધારાના મોત રોકી શકાયઃ થોડા વખત પહેલા ભરૂચમાં AQI આંક ૫૧૩ ઉપર પહોંચી ગયો હતો જ્યારે દિલ્હીમાં AQI આંક ૪૦૦ ઉપર હતો!3:33 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અમદાવાદ ઈસરો ખાતે યુવા વૈજ્ઞાનિકોને સંબોધન : ભારતના વૈજ્ઞાનિકોને આધુનિક યુગના યોગી સમાન ગણાવતા રાજ્યપાલ: સ્પેસ ટેકનોલોજીની મદદથી પ્રાકૃતિક કૃષિ પર સંશોધન અંગે વિશેષ ભાર મુક્તા રાજ્યપાલ:અમદાવાદ કેન્દ્રના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પ્રવેશ દ્વારનું રાજ્યપાલના હસ્તે ઉદ્દઘાટન9:15 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 'શતાબ્દી શિક્ષા મહોત્સવ'ની ભવ્ય ઉજવણી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવીન સ્કૂલ બોર્ડ ભવન અને ૧૫ સ્માર્ટ અનુપમ શાળાઓનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ: શતાબ્દી વર્ષ નિમિત્તે શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ અને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા:શતાબ્દી શિક્ષા મહોત્સવ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ગુજરાતની સંસ્કારિતા અને બૌદ્ધિક વિકાસનું જીવંત પ્રમાણ:શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજા7:27 PM IST
સુરતની લિંબાયત પોલીસને મળી મોટી સફળતા : રૂપિયા ૧૦ લાખથી વધુના સોના-ચાંદીના દાગીના સાથે રીઢા ઘરફોડ ચોરને દબોચી લેવાયો: જુઓ વિડીયો : ૫૦ થી વધુ CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો : ૧૬૫ ગ્રામ સોનું, ચાંદીના ઝાંઝર અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ રિકવર6:55 PM IST
ગુજરાત વહીવટી સેવાના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં બઢતી : રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલયથી મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું : સિનિયર સ્કેલના અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-13માં અપાયું પ્રમોશન : જે.બી. દેસાઈ અને જે.ડી. ગઢવી સહિતના અધિકારીઓ હાલના હોદ્દા પર કાર્યરત રહેશે : જાણો બઢતી મેળવનાર તમામ અધિકારીઓની સંપૂર્ણ યાદી4:46 PM IST
મહાશિવરાત્રી મેળામાં આવતા યાત્રિકોના પરિવહનને વધુ સરળ બનાવવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એસ. ટી. નિગમ દ્વારા કુલ ૧,૦૦૦ બસોનું સંચાલન: જૂઓ વિડિઓ : મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા, સુરક્ષા સહિત મેળાની તમામ વિગતો માટે ખાસ 'પિંક બૂથ' ઊભા કરાયા:સમગ્ર વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે જૂનાગઢ ઝોનના કુલ ૮૫૦ કર્મચારીઓ ૨૪*૭ કાર્યરત રહેશે:મેળામાં જવા માટે દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે ઓટો રિક્ષા અને ખાસ વ્હીલચેરની વ્યવસ્થા8:38 PM IST
ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મૂલાકાતે ભારત-નેપાલ અને શ્રીલંકા તથા માલદીવ્સ ખાતેના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર અને ઉદ્યોગ-વાણિજ્ય ડેપ્યુટી મિનિસ્ટર : વાયબ્રન્ટ સમિટ-2027 અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી થવા મુખ્યમંત્રીએ આમંત્રણ પાઠવ્યું : ગુજરાત સાથે ઉદ્યોગ-વેપાર અને શિક્ષણ ક્ષેત્રે સંબંધો વધારવા ડેલિગેશને ઉત્સુક્તા દર્શાવી5:26 PM IST
નર્મદાના નીલકંઠધામ-પોઈચા ખાતે માહિતી ખાતાની બે દિવસીય ચિંતન શિબિરનો ભવ્ય પ્રારંભ : રાજ્યભરના અધિકારીઓ ટેકનોલોજી અને જનસેવાના મંત્રો સાથે કરશે મનોમંથન : માહિતી ખાતું સરકાર અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ બાંધવાનું કામ કરે છે : માહિતી કમિશનર કે. એલ. બચાણીએ ‘સેવા એ જ સાધના, શબ્દની આરાધના’ ના મંત્ર સાથે અધિકારીઓને કર્યા પ્રોત્સાહિત : મીડિયા જગતના દિગ્ગજો અને લાઈફ કોચે કાર્યક્ષમતા વધારવા આપ્યું માર્ગદર્શન5:19 PM IST
આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાના ૨૫૮ ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’હેઠળ રૂ. ૫ કરોડથી વધુની રકમ અપાઈ : આ યોજના હેઠળ ૭૦થી વધુ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને રૂ. ૨ લાખનું પ્રોત્સાહક ઇનામ :પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશભરમાં નળ દ્વારા ઘર ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા ‘જલ જીવન મિશન યોજના’ શરૂ કરવામાં આવી છે રાજ્યમાં ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના’ કાર્યરત4:55 PM IST
સાયબર ફ્રોડના ૩૮૦ કરોડના હેરાફેરીના દેશવ્યાપી કૌભાંડનો રૂરલ પોલીસે પદાર્ફાશ કર્યો : ૬ ની ધરપકડ : સાયબર ફ્રોડના ૧૬ કરોડ ઉપાડી લેનાર રાજકોટના જય નાદપરા, મનીષ કામાણી, પ્રવિણસિંહ પરમાર, આંગડીયા પેઢીના કર્મચારી મહેન્દ્રસિંહ જાડેજા-મયુરસિંહ વાઘેલા અને મીડીએટર ગોંડલના રૂષીત રૈયાણીની ધરપકડઃ મુખ્ય સુત્રધાર હૈદરાબાદના આદિલ સહિત ૪ શખ્સોની શોધખોળ3:24 PM IST
અશાંતધારાના નવા નોટિફિકેશનમાં અનેક રેવન્યુ-સિટી સર્વે નંબરો રહી જતા દેકારોઃ ૧૫૦થી ૨૦૦ અરજીઓ ૬થી ૮ મહિનાથી પેન્ડીંગ : રાજકોટ રેવન્યુ બાર એસો. ઉકળી ઉઠયું: કલેકટરને વિસ્તૃત આવેદનઃ વિદેશથી દસ્તાવેજ કરવા આવતા-લોન લેનારા અરજદારોમાં ભારે દેકારો : રહી ગયેલા સર્વે નંબરો અંગે યોગ્ય કરો પેન્ડીંગ અરજીઓ અંગે જવાબદાર કચેરીઓને તાકિદે આદેશો આપવા માંગણી2:46 PM IST
ગરીબોના ઝુંપડા તેમના સ્વપ્ન મહેલ સમાન હોય છે, તેને ધરાશાયી કરવા તે અમાનવીયતાઃ પુરૂષોત્તમ પીપરીયા : તંત્રએ સ્થાનીક રહેવાસીઓ વિરૂધ્ધ કેવીએટ દાખલ કરતા જંગલેશ્વર વિસ્તારના પરીવારોમાં ફફડાટ : રહેણાંકના બંધારણીય હકકોથી વંચીત ન રાખવા મ્યુનિસીપલ કમીશ્નરને જંગલેશ્વર વિસ્તારના પરિવારોની માનવીય અપીલ : જંગલેશ્વર વિસ્તારને સ્લમ વિસ્તાર તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે, તે જોગવાઈઓની અમલવારી થાય તેવી શાસનકર્તાઓને નમ્ર અરજઃ હિન્દુ મુસ્લિમ એકતા સમિતી કાયદો છે, જમીન છે અને આદેશ પણ છેઃ છતાં પણ પુનઃ વસન/આવાસ નિર્માણથી જંગલેશ્વરના હજારો હિન્દુ મુસ્લિમ પરિવારોને હક્કથી વંચિત રાખી શકાય નહિઃ એડવોકેટ રવિ બી. ગોગીયા જંગલેશ્વર વિસ્તારના ગરીબ હિન્દુ મુસ્લિમ પરિવારોને કાયદાકીય મળવાપાત્ર રાહત માટે સતાધીશો સકારાત્મક અને માનવીય અભિગમ દાખવેઃ સ્થાનિક રહેવાસીઓ3:40 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વિસ્તરણ અને પ્રાકળતિક ખેતી પ્રકલ્પ'નો શુભારંભ : આચાર્ય દેવવ્રતજીએ સિંદૂરનો છોડ રોપ્યોઃ યુવાનોને ‘દરેક જન્મદિવસે એક વળક્ષ વાવવા' રાજ્યપાલનો અનુરોધ પર્યાવરણ જતન, જૈવવિવિધતા સંરક્ષણ અને ગૌ-આધારિત કળષિને પ્રોત્સાહન આપવા બદલ તેમણે વિભાગના વડા, પ્રોફેસરશ્રીઓ અને વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અભિનંદન પાઠવ્યા 3:31 PM IST
અમરજીતનગરના ૪૦ વર્ષિય કલ્પેશભાઇ રાઠોડનું મોતઃ ખાનગી હોસ્પિટલના તબિબની બેદરકારીનો આક્ષેપ : ૧૦મીએ મોવૈયાના પાર્ટી પ્લોટમાં કેટરીંગ કામ વખતે વિજકરંટ લાગતાં પડી જવાથી માથામાં હેમરેજની અસર થઇ હતી : રાતે બે વાગ્યે ઓપરેશન માટે બે લાખ ભરવાનું કહી પૈસા ન હોય તો દર્દીને સિવિલમાં લઇ જવાનું કહેવાયાનો પરિવારજનોનો આક્ષેપઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ બનાવથી બે પુત્રોએ પિતાનું છત્ર ગુમાવ્યું: પરિવારજનોમાં ગમગીની : ન્યાયી કાર્યવાહી થાય પછી જ મૃતદેહ સંભાળવાનો નિર્ણયઃ હોસ્પિટલે વાલ્મિકી સમાજના લોકો એકઠા થયા2:46 PM IST
રાજકોટના આંગણે યોજાશે ગૌ પશુ સંવર્ધન પ્રદર્શન : ગાય માત્ર દૂધનુંસ્ત્રોત નથી એ તો સમગ્ર જીવનની સંસ્કૃતિ છેઃ રેસકોર્ષના મેદાનમાં તા.૨૦,૨૧,૨૨ ફેબ્રુઆરીના આયોજન ગીર અને કાંકરેજ નસલ જાતિના ગૌવંશનું પ્રદર્શન સાથે હરીફાઇ, જેમાં ૫૦ લાખથી વધુના ઇનામોઃ ગૌ આધારીત વસ્તુઓનું પણ પ્રદર્શનઃ દેશભરમાંથી સંવર્ધકો, પશુપાલક અને વેટરનરી ડોકટરો હાજરી આપશેઃ ગૌપ્રેમીઓને જાહેર આમંત્રણ 4:29 PM IST
કચ્છ જિલ્લા કલેક્ટરે રાપરની મુલાકાત લઈ પ્રશ્નોની કરી સમીક્ષા : પશુ દવાખાના, હરિયાણા કોલેજના સ્થળાંતર અને નર્મદા કેનાલ રીપેરીંગ સમયે બંધ રહેનાર પાણી પુરવઠા સહિત અન્ય પ્રશ્નોની ચર્ચા : આગમી માર્ચ મહિના ની પંદર તારીખ થી નર્મદા ની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલ બે મહિના સુધી રિપેરીંગ માટે બંધ રહેશે ત્યારે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે તે માટે નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ ને આગોતરા આયોજન અંગે સુચના2:57 PM IST
પોરબંદર ગ્રીન અભિયાનઃ અત્યાર સુધીમાં ૯૫૦૦ વૃક્ષોનું સફળતાપૂર્વક રોપણ : અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં વૃક્ષારોપણની જવાબદારી સદ્ભાવના ટ્રસ્ટને સોંપાઇઃ જિલ્લામાં દોઢ લાખ વૃક્ષારોપણના સંકલ્પને પુર્ણ કરવાની ઝડપભેર થઇ રહેલી કામગીરી પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળો વિકાસ આજના યુગની સોૈથી મોટી જરૂરિયાતઃ વધતુ જતું પ્રદૂષણ અને ગરમીનું પ્રમાણ, પાણીની અછત અને આબોહવાના પરિવર્તન જેવી ગંભીર સમસ્યા સામે લડવા વૃક્ષારોપણ સોૈથી અસરકારક ઉપાય12:02 PM IST
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો2:07 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
પાકિસ્તાનના અશાંત પ્રાંતમાં સેનાની મુશ્કેલીઓમાં થઇ શકે છે આગામી દિવસોમાં વધારો : BLAએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતા પોતાની પ્રથમ એર અને ડ્રોન વોરફેર યુનિટની રચના કરવાની કરી જાહેરાત:આ નવી યુનિટનો પ્રથમ ઉપયોગ તાજેતરમાં ગ્વાદરમાં હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન હેરોફ 2.0' દરમિયાન કરવામાં આવ્યો હતો.8:08 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
ક્રિકેટના મહાકુંભમાં 'મહાયુદ્ધ': રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે આરપારની લડાઈ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે ફ્રીમાં માણી શકશો લાઈવ મેચનો આનંદ! : ટી-20 વર્લ્ડ કપ 2026: એશિયા કપની ફાઈનલ બાદ ફરી મેદાનમાં આમને-સામને ટકરાશે કટ્ટર હરીફો; કોલંબોના મેદાન પર જામશે જંગ, જાણો હેડ-ટુ-હેડ રેકોર્ડ અને બંને દેશોની પાવરફુલ સ્ક્વોડ10:05 PM IST
ભારત-પાક મહાજંગ પૂર્વે ગાવસ્કરનો માસ્ટરપ્લાન: "અર્શદીપને બહાર કરો!", પ્લેઈંગ-11 માં આ સ્ટાર સ્પિનરની એન્ટ્રી માટે લિટલ માસ્ટરે કરી ભલામણ : નામિબિયા સામે અર્શદીપની ધોલાઈથી ગાવસ્કર નારાજ; સૂર્યકુમારને કોલંબોની પીચ પર ૩ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરવાની સલાહ, સંજુ સેમસનની બેટિંગ ટેકનિક પર પણ ઉઠાવ્યા સવાલ10:03 PM IST
નિશાનેબાજીમાં ભારતનો દબદબો: એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો મેડલ વરસાદ; ૧૩ ગોલ્ડ સાથે કુલ ૩૩ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ! : દિલ્હીના મેદાન પર ભારતીય શૂટરોની ગર્જના: અમનપ્રીત સિંહે જીત્યો ગોલ્ડ, ૨૫ મીટર પિસ્તોલમાં ભારતે ત્રણેય મેડલ કબજે કરી રચ્યો 'ક્લીન સ્વીપ'; મહિલા ટીમે પણ સોના પર માર્યું નિશાન9:17 PM IST






































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





























































































































































































































