<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

રાજપીપળાની રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે કેમ્પસ સ્વચ્છતા દિવસ ઉજવાયો.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે કોલેજના એનએસએસ વિભાગ અને રાજપીપળાના પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવતા નીરજ પટેલ દ્વારા કેમ્પસ સ્વચ્છતા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય અને કોલેજ એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો. હિતેશ ગાંધીએ પર્યાવરણ અંગેની જાગૃતતા વિશે વિગતવાર ચર્ચા કરી હતી. પર્યાવરણને સાચવવાનુ કામ મનુષ્ય જ કરી શકે. એને દૂષિત કરવાનું કામ પણ મનુષ્ય જ કરે. અને આથી જ મનુષ્ય પોતાની ટેવ બદલશે તો જ પર્યાવરણ શુદ્ધ રહેશે.

  કાર્યક્રમમાં સ્વચ્છ રાજપીપળા ની ઝુંબેશ ચલાવતા નીરજભાઈ પટેલે કહ્યું હતું કે જો આપણે એક સારા નાગરિક તરીકેની ફરજો બજવીએ તો આપણો દેશ અને આપણો નર્મદા જિલ્લો પ્રદૂષણ મુક્ત પ્લાસ્ટિક મુક્ત બની શકે. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના 200 જેટલા વિદ્યાર્થીઓ એ કોલેજ કેમ્પસને પ્લાસ્ટિક મુક્ત કરવાનું પ્રયત્ન કર્યો હતો. કેમ્પસમાંથી અને કોલેજને અડીને આસપાસ પડેલા પ્લાસ્ટિક એકઠા કરી આઠ જેટલી થેલીઓ ભરી પ્લાસ્ટિકનો કચરો એકઠો કર્યો હતો. આમ રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ કોલેજ રાજપીપલાના વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા કેળવાય તેવો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોલેજના પ્રા. ક્રિષ્નાબેન પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને ડો.એલ.બી.ગોહિલ પ્રા કિંજલબેન ત્રિવેદી પ્રા હાફીશ કુરેશી વગેરે જોડાયા હતા.

(10:31 PM IST)