News of Thursday, 18th December 2025
નર્મદાને પ્લાસ્ટિક મુક્ત કરવા રાજપીપળાના નિરજ પટેલનું સતત બીજા વર્ષે પ્લાસ્ટિક મુક્ત અભિયાન
ગત વર્ષે ૧૬ નવેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી પ્લાસ્ટિક મુક્ત અભિયાન સફળતા પૂર્વક ચાલ્યુ હતું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા સહિત સમગ્ર ભારત દેશમાં સરકારે પ્લાસ્ટિક મુક્ત અભિયાન ઘણા સમયથી ચાલુ કર્યું છે પરંતુ આપણા દેશવાસીઓ પૈકી હજુ ઘણાં લોકોમાં આ બાબતે જાગૃતિ આવી નથી અને બેફામ પ્લાસ્ટિક નો ઉપયોગ કરી રહ્યા છે અને ગમે ત્યાં ફેંકી રહ્યા હોય ત્યારે રાજપીપળાના એક વેપારી યુવાન નિરજ પટેલ એ હવે પાલિકા તંત્ર સાથે મળી આ અભિયાન શરૂ કર્યું છે જેમાં નિરજ પટેલની સોશિયલ મીડિયા ટીમના યુવાનો ને સાથે રાખી તેઓ રાજપીપળાના તમામ વિસ્તારોમાં ફરી મોઢે માસ્ક અને હાથ માં ગ્લોવજ પહેરી પ્લાસ્ટિક વીણી તેનો યોગ્ય નિકાલ કરવા કામગીરી કરી રહ્યા છે જેમાં નવયુવાનો અને પાલિકાના એસ. આઈ બનવારી ભાઈ સાથે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ હવે જોડાઈ રહ્યા છે. આમ તેમનું આ અભિયાન દિવસે દિવસે મજબૂત બની રહ્યું છે અને તેમના આ અભિયાન માટે નિરજ પટેલ અને તેમની સાથેની ટીમની કામગીરીને બિરદાવી અધિકારીઓ અને રાજકીય આગેવાનો અભિનંદન આપી રહ્યાં છે. આ અભિયાનના વીડિયો દ્વારા નિરજ પટેલ સોશિયલ મીડિયામાં પણ દરરોજ મેસેજ મૂકતા હોવાથી તેમની આ કામગીરી અન્યો માટે પણ પ્રેરણારૂપ બનશે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
