તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Thursday, 18th December 2025
ઈડર તાલુકા પંચાયતમાં કર્મચારીઓ લાંચ લતા પકડાયા : ત્રણ ક્લસ્ટર કોઓર્ડીનેટર એસીબીની ટ્રેપમાં ફસાયા
કન્સ્ટ્રક્શનના બીલો મંજુર કરવા માટેની પક્રીયામાં બીલની રકમના 12 ટકા કમિશન મુજબ કુલ રકમ 1 લાખ 25 હજારની લાંચની માંગણી કરી હતી

સાબરકાંઠાઃ એસીબીએ ટ્રેપ કરીને ઇડરમાં ત્રણ લોકોને લાંચના કેસમાં ઝડપી લીધા છે, કમલ નારાયણદાસ પટેલ, ક્લસ્ટર કોઓર્ડીનેટર, (કરાર આધારિત), તાલુકા પંચાયત ઇડર જી.સાબરકાંઠા, જીન્નતબેન W/O રોનકકુમાર D/O ચંદુભાઇ પટેલ, ક્લસ્ટર કોઓર્ડીનેટર, (કરાર આધારિત), તાલુકા પંચાયત ઇડર, મેહુલ મુળાભાઇ રાઠોડ, ક્લસ્ટર કોઓર્ડીનેટર, (કરાર આધારિત), તાલુકા પંચાયત ઇડર સામે કાર્યવાહી થઇ છે.
ફરિયાદીએ ચોરીવાડ, જાદર, વિરપુર, બોલુન્દ્રા, પાનોલ ગામોમાં સેગ્રીગેશન શેડ તથા ખારકુવાનું કોન્ટ્રાકથી કન્સ્ટ્રક્શનનું કામ કરેલું, જેના બીલો મંજુર કરવા માટેની પક્રીયામાં બીલની રકમના 12 ટકા કમિશન મુજબ કુલ રકમ 1 લાખ 25 હજારની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરેલો, લાંચના છટકામાં આ ત્રણેય શખ્સો આવી ગયા હતા. જેમાં એક આરોપી ફરાર છે, બેની ધરપકડ કરવામાં આવી છે.
ટ્રેપીંગ અધિકારી તરીકે શ્રીમતી ટી. એમ. પટેલ, પોલીસ ઈન્સ્પેક્ટર, અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે જયારે સુપરવિઝન અધિકારી એ. કે. પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી એકમ રહ્યા હતા
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
