<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

વોલીબોલ સ્‍પર્ધામાં હીરામણિ સ્‍કૂલ ચેમ્‍પિયન

રાજકોટઃ કડી સર્વ વિદ્યાલય દ્વારા યોધ્‍ધા-૩નું મહાત્‍મા ગાંધી સ્‍કૂલ સેકટર-૧૬માં આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૭૨ સ્‍કૂલોએ ભાગ લીધો હતો. આ ટુનામેન્‍ટમાં બ્રીલ્‍સ સ્‍કૂલને હરાવી હીરામણિ સ્‍કૂલ ચેમ્‍પિયન બની હતી. હીરામણિ સ્‍કૂલે ટ્રોફી અને રૂપિયા ૨૫,૦૦૦નો પુરસ્‍કાર એનાયત થયો હતો. જનસહાયક  ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્‍ટી ડો. વરુણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત  અમીન, બંને માધ્‍યમના આચાર્યો-કો. ઓર્ડિનેટર્સે વિદ્યાર્થીઓ અને પી.ટી. શિક્ષકોને અભિનંદન આપ્‍યા હતા.

 

(2:12 PM IST)