<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

અમદાવાદના ખાડિયામાં જાહેરમાં ભાજપ કાર્યકરની હત્યા કરનાર મોન્ટુ નામદારને આજીવન કેદની સજા

મોન્ટુ નામદાર, વિશ્વ રામી, જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયાને આજીવન કેદની સજા

અમદાવાદના ખાડિયામાં સરાજાહેર ભાજપના કાર્યકરની કરપીણ હત્યા કરનાર ખૂંખાર મોન્ટુ નામદારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2022માં ખાડિયા વોર્ડમાં ભાજપ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. હત્યા કેસમાં મોન્ટુ નામદાર દોષિત જાહેર થયો હતો. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફટકારી સજા. 4 દોષિતને આજીવન કેદ ની સજા ફટકારવામાં આવી છે. મોન્ટુ નામદાર, વિશ્વ રામી, જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયાને આજીવન કેદની સજા  ફટકારાઇ છે 

(8:16 PM IST)