News of Friday, 19th December 2025
વડોદરાના વાઘોડિયા GIDCમાં મંગલમ સ્ટીલ કાસ્ટિંગ કંપનીમાં કામ દરમિયાન કામદારનું મોત થતાં ભારે વિરોધ
કામ દરમિયાન ક્રેનનો એક ભાગ અચાનક પડી જતાં કામદારનો પગ કપાઈ ગયો:ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું: મૃતક કામદારના પરિવારજનો સાથે ગ્રામજનોએ કંપનીના ગેટ પાસે ધરણાં પ્રદર્શન

વડોદરાના વાઘોડિયા GIDCમાં આવેલી મંગલમ સ્ટીલ કાસ્ટિંગ કંપનીમાં કામ દરમિયાન એક કામદારનું મોત થતાં ભારે વિરોધ જોવા મળ્યો છે. કામ દરમિયાન ક્રેનનો એક ભાગ અચાનક પડી જતાં કામદારનો પગ કપાઈ ગયો હતો અને ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું.
ઘટનાના પગલે મૃતક કામદારના પરિવારજનો સાથે ગ્રામજનોએ કંપનીના ગેટ પાસે ધરણાં પ્રદર્શન શરૂ કર્યું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કંપની દ્વારા ઘટના અંગે કોઈ જાણ કરવામાં આવી નહોતી તેમજ ઇજાગ્રસ્ત કામદારને સમયસર હોસ્પિટલ લઈ જવામાં પણ બેદરકારી દાખવવામાં આવી હતી. યોગ્ય વળતર અને ન્યાયની માગ સાથે ગ્રામજનો દ્વારા કંપનીની બહાર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
