તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 20th December 2025
ગત ઓગષ્ટ માસમાં ૧૨૧ પીઆઇની માહિતી મંગાવ્યા બાદ pi ટુ dysp માટે વધુ એક કવાયત, હવે શું થશે ?
ફરી એક વખત ૧૧૯ પોલીસ ઇન્સ્પેક્ટરોને ક્લાસ વન (નાયબ પોલીસ અધિક્ષક) બનાવવા માહિતી મેળવાઈ : ૧૧/૩/૨૪ની સ્થિતિએ ખાતાકીય તપાસ તથા તે બાદની ખાતાકીય તપાસ કોર્ટ કેસ બઢતી માટે અડચણરૂપ બનશે

રાજકોટ, તા.૨૦: લાંબા વર્ષોથી ૧૧૯ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોને ડીવાયએસપી દરજ્જે બઢતી આપવાની પ્રક્રિયા ફરી એક વખત હાથ ધરવામાં આવી છે, શુક્રવાર તારીખ ૧૯ નિયત પર્ફોમા માહિતી મોકલવાની અંતિમ તારીખ હતી, જે માહિતી મળી જતા વધુ એક વખત આશા જાગી છે.
અત્રે એ યાદ રહે કે અકિલા દ્વારા ગત ઓગસ્ટ માસમાં ૧૨૧ પોલીસ ઇન્સ્કેક્ટરોને બઢતી આપવા પ્રક્રિયા હાથ ધરાયાનો અહેવાલ પ્રસિદ્ધ થયેલ, પણ આ પ્રક્રિયા આજે ડિસેમ્બર માસ સુધી આગળ વધી નથી, એટલે આ વખતે શું થશે? એ મોટો સવાલ છે.
અત્રે એ યાદ રહે કે મુખ્ય પોલીસ વડાની સૂચનાથી પોલીસ વડાની કચેરીના એડમિન વડા દ્વારા આ માહિતી તમામ પોલીસ કમિશનર, ACB, રેન્જ, જીલ્લા પોલીસ વડા પાસેથી માંગવામાં આવેલ. જે માટે ૧૧/૩/૨૪ અને ત્યારબાદની સ્થિતિએ કોઈ ખાતાકીય ઇન્કવાયરી કે કોર્ટ કેસ પેન્ડિંગ છે કે કેમ? તે કેન્દ્રમાં રાખવામાં આવનાર છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
