તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Saturday, 20th December 2025
વડોદરાના ભાયલી વિસ્તારમાં બિલ્ડીંગ સાઈટ પર કારનું ટાયર ફરી વળતાં એક બાળકીનું મોત
બનાવને લઈને બાળકીના પિતાએ ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ નોંધાવી:પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી

વડોદરાના ભાયલી વિસ્તારમાં એક કરુણ અકસ્માત સર્જાયો છે, જેમાં બિલ્ડીંગ સાઈટ પર કારનું ટાયર ફરી વળતાં એક બાળકીનું મોત થયું છે. આ ઘટના સોપાન 55 નામની સાઈટ પર બની હતી. મળતી માહિતી મુજબ બાળકી સાઈટ પર સૂતી હતી તે દરમિયાન ડ્રાઇવરે ધ્યાન ન આપતાં કાર આગળ વધારી હતી અને કારનું ટાયર બાળકીના માથા પર ફરી વળ્યું હતું. અકસ્માત બાદ બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવને લઈને બાળકીના પિતાએ ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
