News of Saturday, 20th December 2025
હિંમતનગરમાં કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસની કૂચ: ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવા જતાં નેતાઓને ડીટેન કરાયા
LCB, SOG અને સ્થાનિક પોલીસે કોંગ્રેસ નેતાઓની કૂચ અટકાવી: પોલીસે કોંગ્રેસ પ્રમુખ સહિત 77 લોકોને ડીટેન કર્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે. સોનિયા અને રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસની કૂચ હતી. જેમા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવા જતાં નેતાઓને ડીટેન કરાયા હતા. સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ કરવા જતાં નેતાઓની અટકાયત કરાઈ હતી. LCB, SOG અને સ્થાનિક પોલીસે કોંગ્રેસ નેતાઓની કૂચ અટકાવી છે. પોલીસે કોંગ્રેસ પ્રમુખ સહિત 77 લોકોને ડીટેન કર્યા છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
