News of Saturday, 20th December 2025
પ્રોહી. બુટલેગર ને પાસા કાયદા હેઠળ ભાવનગર જીલ્લા જેલમાં ધકેલતી સાગબારા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂ ગેર કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્શો વિરુદ્ધ પાસા અને તડીપાર જેવા અટકાયતી પગલા લેવા જિલ્લા પોલીસ વડા એ આપેલ સુચના મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર જે.એમ.લટા સાગબારા પોલીસ સ્ટેશનનાઓએ, સાગબારા પોલીસ સ્ટેશન પ્રોહી.એકટ મુજબ દાખલ થયેલ ગુનામાં રૂ. કિં.રૂ.૨,૮૮,૦૦૦-નો મોટી માત્રનો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ જે ગુનામાં સંકળાયેલ સામાવાળા વિરૂધ્ધમાં સાગબારા પોલીસ સ્ટેશન દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા તરફ પોલીસ અધિક્ષક નર્મદા નાઓ મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા નાઓ દ્વારા આવી ગેર કાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા સમજી ત્વરીત સામાવાળા બાદલભાઇ વણકરભાઇ વસાવા (રહે.કોલવાણ તા.સાગબારા જી.નર્મદા) વિરૂધ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ જે અનુસંધાને સામાવાળાને ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપવા આવેલ છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
