News of Saturday, 20th December 2025
ગરુડેશ્વરમાં અધિકારીઓએ પ્લોટ લીધા એ તમામ ગેરવ્યાજબી : સરકારી પ્લોટ લઈ સ્ટે હોમ ચલાવી ધંધો કરે છે : ચૈતર વસાવા
પી.એમ કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો એ જનતાના રૂપિયા છે. હિસાબ આપો..સંકલનમાં મુદ્દો ઉછાળ્યો: હાર્દિક પટેલ પરના કેશો પાછા ખેંચવા બાબતે પણ ધારાસભ્ય ચૈતર વસાવા કહ્યું હવે તમામ sc St અને OBC વિધાર્થીઓના કેશો પાછા ખેંચો.

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા સંકલનની બેઠક મળી હતી જેમાં જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા એ જિલ્લા સંકલન માં દેડીયાપાડા ખાતે યોજાયેલ પી.એમ મોદીના કાર્યક્રમમાં ખર્ચાયેલ કરોડો રૂપિયાનો તંત્ર પાસે હિસાબ માંગ્યો જે ચર્ચા નો વિષય બન્યો હતો.એક બે વિભાગ બાદ કોઈએ હિસાબ આપ્યો નથી કહી આધિકારીઓ ને ચીમકી આપી હતી. અગાઉ પણ હિસાબ માગતા રાજકારણ ગરમાયુ હતું અને સાથે નર્મદા જિલ્લાને અન્ય જિલ્લાઓ સાથે જોડતા માર્ગોની હાલત સુધારવા રજૂઆત કરી હતી. ઘાણીખૂંટ ખાતેના કરજણ નદીના બ્રિજ પરથી ભારદારી વાહનો સિવાય એસ.ટી.ની મીની બસોને પસાર થવા મંજૂરી આપવા માંગ કરી હતી. સાથે ચીકદા તાલુકામાં ઘટતી સુવિધાઓ તેમજ વહીવટી કામકાજ વધુ સુચારુ બને તે માટેની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી, હાલ જે ચર્ચા નો વિષય બન્યો છે એ, ગરુડેશ્વર તાલુકામાં સરકારી અધિકારી ને આપેલ પ્લોટ કેવી રીતે ફાળવ્યા અને બીજાં કયા અધિકારીને જોઈએ છે તમામ માહિતી માગી અને સાથે એમને ચીમકી ઉચ્ચારી હતી કે આ માહિતી નહિ મળે તો ધરણા કરશે.
હાલ ચાલી રહેલા પાલડીયા ગામ ની ઘટના પર ચૈતર વસાવા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલ સહિતનાના રાજદ્રોહ કેસો પરત લેવાનો નિર્ણય થતા ચૈતર વસાવાએ પાલડિયા ગામના આદિવાસીઓના કેસો પરત ખેંચવા માંગ કરી હતી, સરકારે હાર્દિક પટેલ સહિતના લોકોના રાજદ્રોહ સહિત અનેક કેસો પરત લેવાનો નિર્ણય કર્યો, તો પાલડીયા ગામે જે આદિવાસી લોકો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે, તે કેસો પણ પરત લેવામાં આવે એવી માગ કરી હતી સવાલ હાર્દિક પટેલનો નથી, પરંતુ સવાલ ગુજરાતની કાનૂન વ્યવસ્થાનો છે કહી સરકાર પર પ્રહાર કર્યા SC, ST, OBC, વિદ્યાર્થીઓ અને કર્મચારી પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસ કરવામાં આવ્યા છે, એ તમામ કેસો પરત લેવામાં આવે કેસો પરત લેવા મુદ્દે સરકારની મુલાકાત લઈશુંની વાત કરી હતી
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
