News of Sunday, 21st December 2025
ગરુડેશ્વરના યુવાનને રોડ પર થયેલ અકસ્માતમાં 111 દિવસ બાદ NHAI વિરુદ્ધ પોલીસે ફરિયાદ લીધી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ગરુડેશ્વરના એક યુવાનને બાઈક પર જતા અકસ્માત થતા યુવાનને 111 દિવસની મહેનત બાદ NHAI વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં સફળતા મળી હોવાનો રસપ્રદ કિસ્સો બહાર આવવા પામ્યો છે .
પ્રાપ્ત વિગત અનુસાર કેવડિયા કેનાલ હેડ પાવરહાઉસ માં ફરજ બજાવતા પ્રવીણકાન્ત ઝા નામનો યુવાન ગત 29 ઓગસ્ટના રોજ તેમની બાઈક પર ગરુડેશ્વર થી રાજપીપલા આવી રહ્યા હતા ત્યારે વાંસલા ગામ પાસે રોડ પર ખાડાને કારણે તેમની બાઈક ને અકસ્માત થતા તે નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયા, એજ દિવસે આ ખાડાને કારણે અન્ય ત્રણ અકસ્માત થયા હતા . તે જાણી આ જાગૃત યુવાને તંત્ર ને જગાડવા. NHAI વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા ગયા પરંતુ ગરુડેશ્વર કે કેવડિયા પોલીસ મથકે ફરિયાદ ના લીધી જેથી ડીવાયએસપીને ફરિયાદ લેવા રજુઆત કરી પણ ત્યાંથી પણ સકારાત્મક જવાબ ના મળ્યો ત્યારે નિરાશ થયા વિના પ્રવીણ ઝાએ તેના પ્રયત્નો ચાલુ રાખ્યા અને જિલ્લા પોલીસવડાને મળ્યા પણ તેમની ફરિયાદ ના નોંધાઈ ત્યારબાદ નાગરિકોને તેમના અધિકારો અંગે જાગૃત કરવા આખરે પ્રવીણ ઝા એ માનવ અધિકાર આયોગને ફરિયાદ કરી, માનવ અધિકાર આયોગે આ મામલે સુનાવણી રાખી અને નર્મદા પોલીસ ને તાકીદ કરી યુવાન ની ફરિયાદ લેવા જણાવ્યું .અને આખરે પોલીસે NHAI વિરુદ્ધ ફરિયાદ નોંધી .આમ 111 દિવસ પછી યુવાનને સફળતા મળી , અન્ય કોઈ હોત તો હિમ્મત હારી જાત પરંતુ પ્રવીણ ઝા એના ધ્યેય માટે લડતા રહ્યાં અને સમાજને પણ એક મેસેજ આપ્યો કે હક્ક અને અધિકાર માટે લડતા રહો . જોકે આ ફરિયાદ થી NHAI તંત્ર સુધરશે કે કેમ ? એ જોવું રહ્યું
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
