<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

અમદાવાદથી ઉપડતી લાંબાઅંતરની ટ્રેનોમાં રૂ.૩થી ૩૫ સુધી ભાડા વધશે

નાગપુર, હૈદરાબાદ, બેંગ્‍લુરુ, ચેન્નાઈ અને ચંદીગઢ જવું મોંઘુ પડશે કન્‍ફર્મ ટિકિટોના ફાંફાં વચ્‍ચે ભાડા વધારાના નામે દલાલો બેફામ લૂંટ ચલાવશે

અમદાવાદ તા.૨૨: રેલ્‍વે દ્વારા જાહેર કરાયેલા ભાડાં વધારાને લઈને અમદાવાદથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોએ લઘુતમ ૩ રૂપિયાથી લઈને મહત્તમ ૩૪.૭૦ રૂપિયા સુધીનું વધારાનું ભાડું ચૂકવવું પડશે. નવાં ભાડાં વધારા આગામી ૨૬ ડિસેમ્‍બરથી અમલી બનવા જઇ રહ્યો છે. ત્‍યારે અમદાવાદથી ઉત્તર ભારત, મધ્‍ય ભારત અને દક્ષિણ ભારત જતા-આવતા મુસાફરોએ ટિકિટ ભાડામાં વધારાનો બોજો વેઠવાનો વારો આવશે. એકબાજુ કન્‍ફર્મ ટિકિટ મળતી નથી તેવામાં ભાડાં વધારો મુસાફરોની હાલાકી વધારશે. ખાસ કરીને દલાલો મનમૂકીને લૂંટ ચલાવશે

રેલવે દ્વારા ૨૧૫ કિ.મી. સુધીની મુસાફરી માટે કોઈ ભાડાં વધારો કરાયો નથી એટલે લોકલ ટ્રેનોના મુસાફરોને ભાડાં વધારામાંથી રાહત મળશે. માસિક પાસ ધરાવતા મુસાફરોને પણ ભાડાં વધારામાં રાહત અપાઈ છે. હવે દિવાળી, ઉનાળા વેકેશનમાં સહપરિવાર મનગમતા સ્‍થળોએ અથવા વતનમાં જવું થોડું આર્થિક રીતે પડકારજનક બની રહેશે. અમદાવાદમાં વસતા યુપી, બિહાર, ઝારખંડના મજૂરોએ છઠ પૂજા, લગ્ન પ્રસંગ અથવા સામાજિક પ્રસંગોએ હવે વારંવાર વતનમાં જવું આર્થિક રીતે મોંથુ પુરવાર થશે. વિવિધ પ્રવાસી સ્‍થળો, દેવસ્‍થાનો, નોકરી ધંધા માટે વારંવારની ટ્રેનોમાં અવરજવર પણ ખર્ચાળ સાબિત થશે.(

(3:16 PM IST)