તા. ૨૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૯ શનિવાર
News of Monday, 22nd December 2025
વડનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ લાંચ લેતા ઝડપાયા: ગાડીનું બિલ મંજૂર કરાવવા માંગી હતી લાંચ
વડનગર GMERS જનરલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ રૂપિયા 20000 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા

મહેસાણા :રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં ગત દિવસોમાં ઘણા લાંચિયા અધિકારીઓ ઝડપાયા છે. આવામાં મહેસાણા જિલ્લામાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ લાંચિયો અધિકારી વડનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિચ પટેલ છે, જેને મહેસાણા ACB દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
મળતી વિગત મુજબ મહેસાણા જિલ્લાના વડનગર GMERS જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ રૂપિયા 20000 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. ડૉ. હર્ષિત પટેલે કોન્ટ્રાક્ટની ગાડીનું બિલ મંજૂર કરવા માટે વીસ હજાર રૂપિયાની માંગણી કરી હતી. મહેસાણા ACB દ્વારા છટકું ગોઠવીને ડૉ. હર્ષિત પટેલને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતા. મહેસાણા ACBની સફળ ટ્રેપથી સમગ્ર બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
