<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

‘કારના મિરર પર ભાજપનો ખેસ લગાવી ફરવાથી નેતા ના બનાય’ : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કાર્યકરોને આકરી ટકોર

કડીમાં નીતિનભાઈ પટેલે કાર્યકરોને આપી શિખામણ: કહ્યું - સાચું શું છે તે બધાને ખબર છે, લોકો હવે છેતરાતા નથી

પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે કાર્યકરોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.  ભાજપના નવા સંગઠનની જાહેરાત પહેલા નીતિનભાઈ  પટેલ એક પ્રકારે કટાક્ષ કર્યો હતો. ‘કારના મિરર પર ભાજપનો ખેસ લગાવી ફરવાથી નેતા ના બનાય’ ‘ગોરખધંધા કરવાના ધંધા કરવાના અને ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવવાનો એ ના ચાલે’. 

  કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે કાર્યકરોને કરી આકરી ટકોર.  મહેસાણાના કડીમાં નીતિનભાઈ પટેલે કાર્યકરોને આપી શિખામણ સાચું શું છે તે બધાને ખબર છે, લોકો હવે છેતરાતા નથી નીતિનભાઈ પટેલે કડી માર્કેટયાર્ડની સહકારી પ્રવૃત્તિ અને ભોજન વ્યવસ્થાના પણ વખાણ કર્યા હતા .

 

(7:11 PM IST)