<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

અમદાવાદના ત્રાગડનું ફાટક બંધ 30 ડિસેમ્બર સુધી બંધ રહેશે

AMC રોડ એપ્રોચિંગ અને હાઇટ ગેજ વર્ક ચાલનાર હોવાથી 7 દિવસ માટે બંધ રહેશે:વાહનચાલકો, અંડરપાસ, ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી. હાઇવે થઈને મુસાફરી કરી શકશે.

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર સાબરમતી અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત ત્રાગડ રોડ રેલવે ફાટક, ખાતે AMC રોડ એપ્રોચિંગ અને હાઇટ ગેજ વર્ક ચાલનાર હોવાથી આગામી 24 ડિસેમ્બરના રોજ સવારે 08 વાગ્યાથી 30 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે 08 વાગ્યા સુધી, 7 દિવસ માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકો, અંડરપાસ, ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી. હાઇવે થઈને મુસાફરી કરી શકશે.

(8:08 PM IST)