News of Tuesday, 23rd December 2025
બાલાસિનોરના ઢાંકલીયા તળાવમાં ડૂબી જતા અજાણ્યા આધેડનું મોત
ભેંસોને તળાવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે વ્યક્તિ અચાનક તળાવમાં પડી ગયો

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આવેલા ઢાંકલીયા તળાવમાં ડૂબવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ ભેંસોને તળાવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે વ્યક્તિ અચાનક તળાવમાં પડી ગયો હતો. સ્થાનિક લોકોએ વ્યક્તિ તળાવમાં ડૂબી રહ્યો હોવાની જાણ થતાં તાત્કાલિક તંત્રને માહિતી આપી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ લુણાવડા પાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે 45 વર્ષીય આધેડનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
