News of Tuesday, 23rd December 2025
ગુજરાત રાજય વિકાસ લોન ર૩-રપ જાન્યુઆરીના ચુકવાશે
ત્યારબાદ આ લોન ઉપર કોઇપણ પ્રકારનું વ્યાજ નહી મળે

અમદાવાદઃતા.ર૩, ગુજરાત સરકારના નાણાવિભાગના જાહેરનામા ક્રમાંક : જીએન-રર-ઓએમબી-૧૦-ર૦રર-ર૩૪૯ર૧ તારીખઃ જાન્યુઆરી ર૦, ર૦રર અનુસાર જે ૬.૧૮% ગુજરાત રાજય વિકાસ લોન,ર૦ર૬ તારીખઃ જાન્યુઆરી ર૩, ર૦ર૬ (જાન્યુઆરી ર૪ અને રપ, ર૦ર૬ના રોજ અનુક્રમે ચોથા શનિવાર અને રવિવારની રજા) ના રોજ તેની બાકી રહેતી લોનની રકમ વત્તા તારીખઃ જાન્યુઆરી ર૪,ર૦ર૬ સહિતના લેણા વ્યાજ સાથે દાર્શનિક કિંમતે ચુકવવામાં આવશે. જો તે દિવસે કોઇપણ રાજય દ્વારા વટાઉખત અધિનિયમ,૧૮૮૧ હેઠળ રજા તરીકે જાહેર કરવામાં આવશે તો તે લોન ચુકવણા અધિકારી મારફતે આગળના ચાલુ દિવસે ચુકવાશે. તા. જાન્યુઆરી રપ,ર૦ર૬ અને ત્યારબાદ આ લોન ઉપર કોઇપણ વ્યાજ મળવાપાત્ર રહેશે નહીં.
સરકારી જામીનગીરી વિનિયમો-ર૦૦૭ ના પેટા વિનિયમ ર૪(ર) અને ર૪(૩) મુજબ સહાયકારી સામાન્ય ખાતાવહી કે અંગભૂત સહાયકારી હિસાબ કે શેર પ્રમાણપત્રના સ્વરૂપમાં ધારણ કરેલ સરકારી જામીનગીરીના નોંધાયેલ ધારકને પાકતી મુદતે ઉપજની ચુકવણી તેના બેંક ખાતાની સુસંગત વિગતોને સમાવિષ્ટ કરતા ચુકવણી હુકમથી કે વિજાણું માધ્યમો મારફત ભંડોળ મેળવવાની સુવિધાઓ ધરાવતી કોઇપણ બેંકમાં ધારક (ખાતેદાર)ના ખાતામાં જમા કરીને કરી શકાશે. જામીનગીરીઓની બાબતમાં ચૂકવણી કરવાનો હેતુ માટે, મૂળ બચતદાર કે પછી આવી સરકારી જામીનગીરીઓ ધરાવતા અનુગામી ધારકો, અથવા તો કેસની સ્થિતિ મુજબ, બેંક અથવા તિજોરી અને પેટા-તિજોરી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની શાખા કે જયાં તેઓને વ્યાજની ચૂકવણી માટે મુખાંકીત કરવામાં આવ્યા હોય/ નોંધવામાં આવ્યા હોય, અથવા તો કેસની સ્થિતિ મુજબ તેઓના બેંક ખાતાની સુસંગત વિગતો રજુ કરશે.
તેમ છતાં, બેંકની સુસંગત વિગતો/ વિજાણુ માધ્યમો મારફત ભંડોળ મેળવવા માટેના આદેશના અભાવે, અંતિમ તારીખે પુનઃચૂકવણીને સરળ બનાવવા માટે ૬.૧૮% ગુજરાત રાજય વિકાસ લોન, ર૦ર૬ નો હિસ્સો ધરાવતા ધારકોએ ર૦ દિવસ પહેલાં જાહેર દેવા કચેરી ખાતે તેઓની જામીનગીરીઓ રજૂ કરવી/ જમા કરાવી, પુનઃચુકવણી માટે રજૂ કરાયેલ/જમા કરાયેલ જામીનગીરીઓ, તેની ઉલટી બાજુ પર યોગ્ય ચૂકવણી થયાની નોંધ કરાવી.
સરકારી તિજોરીનું કામ કરતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની શાખાઓએ જામીનગીરીઓ સ્ટોક સર્ટીફીકેટના રૂપમાં હોય તો તેવી જામીનગીરીઓ તિજોરી અથવા પેટાતિજોરીઓમાં નહીં પણ સંબંધિત બેન્કની શાખામાં રજુ કરવાની રહેશેએ ખાસ ધ્યાન રાખવું.
જામીનગીરીઓ ચુકવણી માટે જયાં રજુ કરવામાં આવતી હોય તે સિવાયના અન્ય સ્થળોએ ચુકવણી મેળવવા ઇચ્છતા હોય તેવા જામીનગીરીઓ ધારણ કરનારાઓએ વિધિસર શેરો અને દરખાસ્ત કરીને સંધિત પબ્લિક ડેબ્ટ ઓફિસને રજિસ્ટર્ડ અને વીમો ઉતરાવેલ ટપાલ દ્વારા મોકલી, પબ્લીક ડેબ્ટ ઓફિસ કોઇપણ તિજોરી પેટાતિજોરી અથવા ગુજરાત રાજયમાં સરકારી તિજોરીનું કામકાજ કરતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની શાખા ખાતે ચુકવવાપાત્ર ડ્રાફટ કાઢી ચુકવણી કરશે. તેમ (અરવિંદ વી.) ગુજરાત સરકારના સંયુકત નાણાવિભાગની યાદીમાં જણાવાયું છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
