<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

સ્‍ટેટ બાયોટેકનોલોજી મિશન ગાંધીનગર દ્વારા કેન્‍સર રિસર્ચ એન્‍ડ ઇનોવેશન કોન્‍કલેવ

૨૦ સંસ્‍થાઓમાંથી ૧૦૦થી વધુ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો

રાજકોટ, તા. ર૩: ગુજરાત સ્‍ટેટ બાયોટેકનોલોજી મિશન (જી.એસ. બી.ટી.એમ.) દ્વારા કેન્‍સર રિસર્ચ એન્‍ડ ઇનોવેશન કોન્‍કલેવનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં અગ્રણી વૈજ્ઞાનિકો, ક્‍લિનિશિયન્‍સ અનેઇનોવેટર્સને કેન્‍સર રિસર્ચ અને થેરાપી ક્ષેત્રમાં નવીનતમ વિકાસ અંગે ચર્ચાકરવા માટે એકત્રિત કરવામાં આવ્‍યા હતા, ખાસ કરીનેટ્રાન્‍સલેશનલ ઇમ્‍પેક્‍ટ અને સોસાયટલ આઉટરીચપર વિશેષ ધ્‍યાન આપવામાં આવ્‍યું હતું.

ગુજરાત સ્‍ટેટ બાયોટેકનોલોજી મિશન (જી.એસ.બી.ટી.એમ.), ગાંધીનગર અનેબાયોટેક કન્‍સોર્શીયમ ઈન્‍ડિયા લિમિટેડ (બી.સી.આઈ.એલ.), નવી દિલ્‍હી, વચ્‍ચે રાજ્‍યના બાયોટેકનોલોજી ઇનોવેશન ઇકોસિસ્‍ટમને મજબૂત બનાવવા માટેમેમોરેન્‍ડમ ઓફ એગ્રિમેન્‍ટ (MoA)પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા હતા.

MoA નાં મુખ્‍ય મુદ્દાઓને ઉજાગર કરતાં ડો. પૂર્ણિમા શર્મા, ડિરેક્‍ટર, બી.સી.આઈ.એલ.એ ભારપૂર્વક જણાવ્‍યું હતું કેટેકનોલોજી ટ્રાન્‍સફર ઓફિસસાથેનું સમયસર જોડાણ ટેકનોલોજી ટ્રાન્‍સલેશન અને કોમર્શિયલાઇઝેશનના આગળના તબક્કાઓમાં નિષ્‍ફળતાનો જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે.

આ કોન્‍કલેવેમાં ગુજરાતની ૨૦થી વધુ સંસ્‍થાઓમાંથી ૧૦૦ થી વધુકેન્‍સર ક્ષેત્રે કામ કરતાવૈજ્ઞાનિકોએભાગ લીધો હતો. ચર્ચાઓ દરમ્‍યાન વિવિધ પ્રકારના કેન્‍સર અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઓવેરિયન કેન્‍સર ત્રીજા ક્રમે સૌથી વધુ જોવા મળતું હોવાનું જણાયું હતું અને શરૂઆતના તબક્કામાં ડિટેક્‍શનથી રોગનો ભાર નોંધપાત્ર રીતે ઘટાડાય છે તે પણ ઉલ્લેખ થયું હતું. મુખ્‍ય થીમેટિક ક્ષેત્રોમાં કેન્‍સરના વિકાસ અનેરીલેપ્‍સપર અસર કરતા એ પિજિનેટિક ફેક્‍ટર્સ, તેમજ ડાયગ્નોસ્‍ટિક્‍સ અને થેરાપ્‍યુટિક્‍સ માટેનાં અદ્યતન સાધનોનો સમાવેશ થયો હતો. રીપર્પસીન્‍ગ તેમજ ડાયગ્નોસ્‍ટિકસ અને થેરાપ્‍યુટિકસ માટેના અદ્યતન સાધનોનો સમાવેશ થયો હતો

(4:03 PM IST)