<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

મોંઘવારીનું ગ્રહણ, ગરીબોની થાળીમાંથી ટામેટા ગાયબ થયા: રાજપીપળામાં આસમાને પહોંચેલ શાકભાજી હવે સસ્તું થયુ પરંતુ ટામેટાના ભાવ આસમાને

હાલ શાકભાજી 80 રૂપિયે કિલો સસ્તું થયું પરંતુ ટામેટાના ભાવ બમણા એટલે કે 160 રૂપિયે કિલો થતા ગરીબોની થાળીમાંથી ટામેટા ગાયબ થયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરમાં ઘણા સમયથી શાકભાજીના ભાવ આસમાને પહોંચતા મધ્યમ ગરીબ વર્ગ ડુંગળી બટાટા પર નિર્ભર રહ્યા હતા જોકે હાલમાં શાકભાજીના ભાવ ઘટતા રાહત થઈ છે

    મળતી માહિતી મુજબ કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટાના કારણે નર્મદા જિલ્લામાં શાકભાજી મોંઘુ થયું હતું જેનું કારણ સ્થાનિક પાક બગડી જતાં બહારથી શાકભાજી આવતા ટ્રાન્સપોર્ટનો ચાર્જ વધુ લાગતાં રાજપીપળામાં આવતા શાકભાજીનો ભાવ બમણો થયો હતો જેમાં દરેક શાકભાજી 150 રૂપિયે કિલોની આસપાસ વેચાણ થતું હતું જેમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મુશ્કેલી માં મુકાયા હતા અને શાકભાજી છોડી ડુંગળી બટાટા ખાતા થયા હતા ત્યારે હાલમાં વાતાવરણ સ્થિર થતા શાકભાજીના ભાવ ઘટતા હાલમાં 80 રૂપિયે કિલો જેવો થતા લોકોએ રાહત અનુભવી છે, પરંતુ હજુ પણ ટામેટાનો ભાવ બમણો થયો છે જેમાં ટામેટા 160 રૂપિયે કિલોના ભાવે મોંઘા થતા ગરીબોની થાળીમાંથી ટામેટા ગાયબ થયા છે.

(9:34 PM IST)