<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

રાજપીપળા નગરપાલિકા દ્વારા નક્ષત્ર ગાર્ડન ખાતે વૃક્ષારોપણના કાર્યક્ર્મનું આયોજન કરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: “Women For Tree Campaign “ ની કામગીરીનો રાજ્ય કક્ષાએ શુભારંભ કાર્યક્રમ મંત્રી (રાજ્ય કક્ષા) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધ્યક્ષ સ્થાને ધોળકા ખાતે કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ . જે અન્વયે  રાજપીપળા નગરપાલિકા દ્વારા આજરોજ વૃક્ષારોપણના કાર્યક્ર્મનું આયોજન રાશિ નક્ષત્ર ગાર્ડન ખાતે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ , સામાજિક અગ્રણી જયોતિબેન સથવારા તેમજ સ્વ સહાય જુથના બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા 100 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું

(9:36 PM IST)