<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

રાજપીપળામાં રોગચાળો ના વકરે તે માટે રાજપીપળા નગરપાલિકા દ્વારા જંતુ નાશક દવાનો છંટકાવ

ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરથી થતા રોગો માટે પાલિકા ટીમ દ્વારા શહેરમાં નાળામાં પાણી રોકાયું હોય જ્યાં મચ્છરોનો ઉપદ્રવ હોય ત્યાં દવાનો છંટકાવ કરાયો.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે અને રાજપીપળા શહેરમાં મચ્છરોનું પ્રમાણ વધતા કોઈ મોટો રોગચાળો ના વકરે તેની તકેદારીના ભાગરૂપે રાજપીપળા નગરપાલિકા ટીમ દ્વારા શહેરમાં જંતુનાશક દવા છાંટવાની કામગીરી યુદ્ધ ના ધોરણે ચાલી રહી છે.

    હાલમાં રાજપીપળા શહેરમાં મચ્છરોનૉ ત્રાસ વધતા શહેરીજનો પણ કંટાળી ગયા છે માટે રાજપીપળા નગરપાલિકા પ્રમુખ ,મુખ્ય અધિકારીની સૂચના હેઠળ પાલિકાની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગ સહિત આખા શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ અને ફોગીંગની કામગીરી કરવામાં આવી છે. આમ શહેરીજનોના સ્વાસ્થ્યની ચિંતા કરી પાલિકા દ્વારા આ કામગીરી થતા શહેરીજનોને રાહત થશે અને કોઈ મોટો રોગચાળ નહીં ફેલાઈ.

(9:45 PM IST)