News of Wednesday, 24th December 2025
૩૧ ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી નહી પડેઃ નોર્મલ ઠંડી અનુભવાશે
દિવસનું તાપમાન ઉંચુ રહે છે એટલે ઠંડીનો અહેસાસ થતો નથીઃ વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલ : તા.૨૪ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન ન્યુનતમ તાપમાનમાં ૧ થી ૩ ડીગ્રીનો ઘટાડો થશેઃ ન્યુનતમ નોર્મલ તાપમાન મોટા ભાગના વિસ્તારોમાં ૧૩ થી ૧૩.૫ ડીગ્રી અને કચ્છ-ઉત્તર ગુજરાતમાં ૧૧.૫ થી ૧૨.૫ ડીગ્રી ગણાયઃ દિવસનું તાપમાન પણ ઉંચુ રહેતા બપોરના સમયે ગરમીનો અનુભવ

રાજકોટઃ વર્ષના આખરી દિવસોમાં દર વર્ષે કડકડતી ઠંડી પડતી હોય છે. મોટાભાગના સેન્ટરોમાં પારો આ દિવસોમાં સિંગલ ડીજીટમાં પહોંચી જતો હોય છે. પરંતુ આ વખતે કડકડતી ઠંડી નહી પડે. ૩૧ ડીસેમ્બર સુધી હાલ જે ઠંડી પ્રર્વતે છે તેના કરતા એક થી ત્રણ ડીગ્રીનો સામાન્ય ઘટાડો થશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ન્યુનત્તમ તાપમાન હાલમાં નોર્મલ થી ઉંચું છે. ૩૧ ડિસેમ્બર સુધીના આગાહી સમયગાળા દરમિયાન ૧ થી ૩ ઘટાડાની શક્યતા છે.
ગઇકાલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં બે થી ત્રણ ડીગ્રી ઉંચું રહ્યું. રાજકોટમાં મહત્તમ તાપમાન આશરે ૪ ડીગ્રી નોર્મલ થી ઉંચું નોંધાયું હતું.
આજે મોટાભાગના સ્થળોએ ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીકથી લઈને બે ડીગ્રી નોર્મલ થી ઉંચું નોંધાયું છે. ડીસા એક અપવાદરૂપ સ્થળ રહ્યું, જ્યાં ન્યુનત્તમ તાપમાન આશરે ૫ ડીગ્રી નોર્મલ થી ઉંચું નોંધાયું હતું.
આજે સવારે ન્યુનત્તમ તાપમાન
અમદાવાદઃ૧૫.૬ (૨.૬ડીગ્રી નોર્મલ થી ઉંચું)
વડોદરાઃ ૧૪.૨ (૦.૮ ડીગ્રી નોર્મલ થી ઉંચું)
ભુજઃ ૧૪.૦ (૨.૧ડીગ્રી નોર્મલ થી ઉંચું)
રાજકોટઃ ૧૪.૧ (૦.૫ડીગ્રી નોર્મલ થી ઉંચું)
ડીસાઃ ૧૬.૦ (૫.૨ ડીગ્રી નોર્મલ થી ઉંચું)
અમરેલીઃ ૧૨.૦ (૦.૭ડીગ્રી નોર્મલ થી નીચું)
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે ૨૪ થી ૩૧ ડિસેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમય દરમયાન ન્યુનત્તમ તાપમાનમાં આશરે ૧ ડીગ્રી થી ૩ ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે અને તે નોર્મલ તરફ આવશે. અતિ ઠંડી પડવાની શક્યતા નથી
હાલ ન્યુનત્તમ તાપમાનના નોર્મલ રેન્જ આ મુજબ છેઃ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ૧૩ ડીગ્રી થી ૧૩.૫ ડીગ્રી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ૧૧.૫ ડીગ્રી થી ૧૨.૫ડીગ્રી ગણાય. મહત્તમ તાપમાન હજી થોડા દિવસો સુધી નોર્મલ થી ઉંચું રહેવાની શક્યતા છે અને આગાહી સમયગાળાના અંતિમ ભાગમાં તે નોર્મલ નજીક આવવાની સંભાવના છે.
આગાહી સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર/ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે.
મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિ ૭ થી ૧૫ કિ.મી વચ્ચે રહેવાની શક્યતા છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
