News of Wednesday, 24th December 2025
હીરામણિ ગુજરાતી માધ્યમ શાળામાં વાર્ષિકોત્સવ

રાજકોટઃ અમદાવાદની હીરામણિ ગુજરાતી માધ્યમમાં રંગમંચ પર ધોરણ, ૧ થી ધોરણ ૧૨ સુધીના ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ સમયચક્રમાં ભાગ લીધો હતો. જેમાં ચારેય યુગના અવતારોની ઝાંખી રજૂ થઈ હતી.તેમાં થીમ પ્રમાણે જુદા જુદા ધોરણનાં વિદ્યાર્થીઓએ સતયુગ, દ્વાપરયુગ ત્રેતા યુગ, કલયુગ જેવા વિષયોમાં પોતાની પ્રસ્તુતિ આપી હતી આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ કૃતિ રજુ કરેલ.આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ તથા રાજ્યસભાના એમ.પી. શ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, સેક્રેટરી આર.સી. પટેલ, જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ, પ્રવિણભાઈ અમીન હાજર રહ્યા હતા. ગુજરાતી માધ્યમના આચાર્યા ભારતીબેન મિશ્રા તથા કોષાબેન પટેલ, કો-ઓર્ડિનેટર્સ ભરત પટેલ તથા ચંપાવત લાલસિંહે હાજર તમામ વિભાગના આચાર્યો, કો-ઓર્ડિનેટર્સ, શિક્ષકો અને વાલીઓનો આભાર માન્યો હતો તેમ ભગવત અમીન સી.ઈ.ઓ. જણાવે છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
