<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

અમદાવાદમાં યોજાનારા ફ્લાવર -શોની ટિકિટના ભાવમાં વધારો : પ્રાઈમ સ્લોટ માટે વિશેષ ટિકિટ વ્યવસ્થા કરાઈ

સામાન્ય દિવસોમાં દર્શકો માટે ટિકિટનો ભાવ 80 રૂપિયા નક્કી કરાયો જ્યારે શનિવાર અને રવિવારે ટિકિટ માટે 100 રૂપિયા ચૂકવવા પડશે.

અમદાવાદમાં યોજાનારા ફ્લાવર-શોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ફ્લાવર-શોની ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં દર્શકો માટે ટિકિટનો ભાવ 80 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે શનિવાર અને રવિવાર જેવા રજાના દિવસોમાં ટિકિટ માટે 100 રૂપિયા ચૂકવવા પડશે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે ટિકિટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત, ફ્લાવર-શોના પ્રાઈમ સ્લોટ માટે વિશેષ ટિકિટ વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમાં ટિકિટનો ભાવ 500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ટિકિટના ભાવ વધતા શોખીનો અને મુલાકાતીઓમાં ચર્ચા શરૂ થઈ છે.

 

(9:32 PM IST)