News of Wednesday, 24th December 2025
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બેરોકટોક ધર્માંતરણ ચાલતું હોવાનો આદિવાસી મંચનો આક્ષેપ : 212 લોકોનું ધર્માંતરણ થયું VHP
નર્મદા જિલ્લામાં ધર્માંતરણ રોકવા રાષ્ટ્રીય આદિવાસી મંચ ગુજરાત દ્વારા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને રજુઆત: ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો લાગુ છે ત્યારે આવાં ધર્માંતરણ કરાવતા કાર્યકરો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરવી જોઈએ: રાષ્ટ્રીય આદિવાસી મંચની માંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: આગામી 25 મી ડિસેમ્બરે નાતાલ પર્વની ઉજવણી થવાની છે તો બીજી બાજુ નર્મદા જિલ્લા સહિત રાજ્યના આદિવાસી જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવાતા હોવાના ગંભીર આક્ષેપો ગુજરાત આદિવાસી મંચ દ્વારા લગાવાયા છે.બિલ ત્યારે નર્મદા જિલ્લામાં ધર્માંતરણ રોકવા રાષ્ટ્રીય આદિજાતિ મંચ ગુજરાત દ્વારા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને રજુઆત કરવામાં આવી છે. જ્યારે સામે ખ્રિસ્તી સમુદાય દ્વારા પણ નાતાલ ના આ પર્વને શાંતિપૂર્ણ રીતે કરવા દે કોઈ વિરોધ ના થાય એ માટે રક્ષણ પણ માંગવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવાતા હોવાના ગંભીર આક્ષેપ સાથે હિન્દુ ધર્મના સંતો, રાષ્ટ્રીય આદિવાસી મંચના આગેવાનો અને હોદ્દેદારો ભેગા થયા હતા અને એનો વિરોધ નોંધાવી ધર્માંતરણ રોકવા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી હતી.
રાષ્ટ્રીય આદિવાસી મંચ ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી સોનજીભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કાચા કે પાકા ચર્ચો બનાવી ખ્રિસ્તી (હાલેલુયા), પાષ્ટરો દ્વારા આદિવાસી સમાજનુ મોટા પ્રમાણમાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે જે આવનારા સમયમાં ચિંતાનો વિષય છે.ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો હોવા છતાં પણ પાષ્ટરો દ્વારા આદિવાસી સમાજમાં ધર્માંતરણ કરાવાય છે.અહીંયા બિન અધિકૃત ખ્રિસ્તીઓ હોવા છતાં નાતાલ પર્વની પરવાનગી આપવામાં આવે છે એ પરવાનગી આપવામાં ન આવે એવી અમારી માંગ છે.જો ધર્માંતરણના કાર્યક્રમો આદિવાસી વિસ્તારમાં થતા રહેશે તો એ ખૂબ ચિંતાનો વિષય છે.જો આવા કાર્યક્રમોની પરવાનગી આપવામા આવશે અને ધર્માંતરણ રોકવામાં નહી આવે તો અમે મોટુ આંદોલન કરીશું.અમારા વિસ્તારમાં સરકારના ચોપડે એક પણ ખ્રિસ્તી નોંધાયેલા ન હોવા છતાં પણ એમના કાર્યક્રમોની ઉજવણી માટે કેમ પરવાનગી આપવામાં આવે છે એ અમારો પ્રશ્ન છે.
જ્યારે વિશ્વહિંદુ પરિષદ ના પ્રમુખ અજીતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ સરકારે બંધ કરાવવું જોઈએ. આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિ 5 નો અમલ હોય તો આવા ધર્માંતરણને રોકવું જોઈએ.અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં 212 જેટલા.લોકોનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો લાગુ છે ત્યારે આવાં ધર્માંતરણ કરાવતા કાર્યકરો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરવી જોઈએ.અત્યાર સુધી આવા કાર્યક્રમોથી આદિવાસી સમાજમાં સુલેહ શાંતિનો ભંગ થઈ રહ્યો છે અને દેશની એકતા તથા અખંડિતતાને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ધર્માંતરણ કરવું એક વહીવટી પ્રોસેસ છે. બાકી જબરજસ્તીકરવી એક ગુનો છે. જિલ્લા.કક્ષાએ આવી એક પણ ફરિયાદ આવી નથી અને SDM કક્ષા એ આવે તો તે તેમની રીતે યોગ્ય કાર્યવાહી કરી લેતા હોય છે.
,,એસ.કે. મોદી (કલેક્ટર નર્મદા)
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
