<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

રાજપીપળા અને અમદાવાદથી એસી વોલ્વો બસ શરૂ કરવા વિવિધ વેપારી મંડળ, રાજપીપળાની રજૂઆત

રાજપીપળાના વેપારીઓને દરરોજ ખરીદી માટે અમદાવાદ જવાનું હોય છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા એસટી ડેપોમાંથી એસી વોલ્વો બસ શરૂ કરવા વિવિધ વેપારી મંડળ, રાજપીપળા દ્વારા રજૂઆત કરવામાં આવી છે

   રજૂઆતમાં જણાવ્યા મુજબ રાજપીપળાથી અમદાવાદ જવા આવવા માટે એ.સી. વોલ્વો બસ તથા રાજપીપળાથી નાથદ્વાર એ.સી. વોલ્વો બસ ચાલુ થાય એવી અમારા વેપારી મંડળની રજુઆત છે કારણકે અમારા વેપારીઓને ખરીદી માટે દરરોજ અમદાવાદ જવાનું થાય છે તથા બિઝનેશ હબ તરીકે ગુજરાતનું અમદાવાદ છે. જેથી અમદાવાદ માટે A.C વોલ્વો બસ તથા વૈષ્ણવ સમાજનો બહોળો વર્ગ રાજપીપળામાં હોય. જેમના ભગવાન નાથદ્રારામાં બિરાજતા હોવાથી બીજી A.C વોલ્વો બસ રાજપીપળાથી નાથદ્રારા ચાલુ કરવા રજૂઆત કરાઈ છે.

(10:00 PM IST)