News of Wednesday, 24th December 2025
રાજપીપળામાં શિયાળાની ઠંડીનો લાભ લઈ બાઇક ચોરી કરતા તસ્કરો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં ચોરી ઘટનામા વધારો જોવા મળે એ સ્વાભાવિક છે લોકો કડકડતી ઠંડીના કારણે ઘોર નિંદ્રામાં હોય છે જેના કારણે તસ્કરો બિન્દાસ બાઇક ચોરી કરી નાશી જતા હોય છે હાલમાં રાજપીપળા પાસેના વડિયાની એક સોસાયટીમાંથી પણ બાઇક ચોરી થતા માલિકે ફરિયાદ આપી છે
મળતી માહિતી મુજબ કુશલભાઈ સુનિલભાઈ ભાલાણી (રહે-વડીયા કુબેર વિલા સોસાયટી ઘર નં-૫૬ વડીયા જકાતનાકા પાસે તા-નાંદોદ જી-નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ અનુસાર તેમની હોન્ડા કંપનીની SP 125 મોટર સાયકલ નં-GJ-22-N-2978 જેની કિંમત આશરે કિ.રૂ.૫૦,૦૦૦/- ની પોતાના મકાનના આંગણામાં સ્ટેરીંગ લોક કરી પાર્ક કરેલ હતી તે મોટર સાયકલ નુ સ્ટેરીંગ લોક તોડી કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
