<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

સુરતના વરાછામાં બોમ્બે માર્કેટ પાસે પાણીની ટાંકીની પાઇપ લાઇન તૂટી: રોડ પર દૂર -દૂર સુધી પાણી ભરાયા

વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટની સામેના રોડ પર મહાનગરપાલિકા ની ઓવરહેડ પાણીની ટાંકીની પાઇપ તૂટવાના કારણે અડધા કિમી સુધી રોડ પર પાણી ભરાઈ ગયું

સુરત શહેરના વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટની સામેના રોડ પર મહાનગરપાલિકા ની ઓવરહેડ પાણીની ટાંકીની પાઇપ તૂટવાના કારણે અડધા કિમી સુધી રોડ પર પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાતા લોકોને અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોએ જણાવ્યું કે બોમ્બે માર્કેટની સામેના રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામ થઇ ગયો હતો અને રોડ પર ગોઠણ સુધી પાણી ભરાયું હોવાને કારણે વાહન ચાલકો ફસાઈ ગયા. દુકાનોની સામે પણ પાણી ભરાઈ ગયું છે.

પાણી સતત વહેતા હોવાથી નિકાલ પણ થતો નથી. ઘટનાના અડધા કલાક પછી પણ પાલિકાના કોઈ અધિકારી સ્થળ પર હાજર નહોતાં, જેના કારણે લોકો અને વાહનચાલકોને મુશ્કેલી વધી ગઈ હતી.

(11:17 PM IST)