News of Thursday, 25th December 2025
આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 લાખની ૬૭૨ નંગ ફીરકી સાથે એક આરોપીની ધરપકડ
અમદાવાદ એસઓજી દ્રારા સાણંદના રણમલગઢ ગામના ફાર્મહાઉસમાંથી ૭.૪૮ લાખની ચાઈનીઝ દોરી જપ્ત કરીને ૪ આરોપીની ધરપકડ કરી

અમદાવાદ : ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ એસઓજી દ્રારા સાણંદના રણમલગઢ ગામના ફાર્મહાઉસમાંથી ૭.૪૮ લાખની ચાઈનીઝ દોરી જપ્ત કરીને ૪ આરોપીની ધરપકડ કરી છે. બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણેશ કોટન પ્રેસિંગ ફેક્ટરીમાંથી ૧૨.૯૧ લાખની ૩૮૬૪ ફીરકી સાથે એક આરોપીને ઝડપી લીધો છે. કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારના વટામણ ચોકડી નજીકથી આઈશર વાહનમાં ૯.૬૦ લાખની ચાઈનીઝ દોરી, વાહન,મોબાઈલ સહિત કુલ ૧૨.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ૨ આરોપીની અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૨ લાખની ૬૭૨ નંગ ફીરકી સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે .
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
