<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

દાહોદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળુ કપાયું : ગળામાં 50 કરતા વધુ ટાંકા આવતા સારવાર હેઠળ ખસેડાયો

સમગ્ર ઘટના દાહોદના ગરબાડા ચોકડી બ્રિજ નજીક બાઈક પર જતા વખતે ગળાના ભાગે ચાઈનીઝ દોરી આવતા યુવક ઈજાગ્રસ્ત થયો.

દાહોદમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળુ કપાયું છે અને યુવકને ગળાના ભાગે 50 કરતા વધુ ટાંકા આવ્યા છે, સમગ્ર ઘટના દાહોદના ગરબાડા ચોકડી બ્રિજ નજીક બની છે. દાહોદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળુ કપાયું છે અને યુવકને હાથ અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે, યુવકને 50થી વધુ ટાંકા આવ્યા છે અને ગરબાડા ચોકડી બ્રિજ નજીક આ ઘટના બની છે, યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. બાઈક પર જતા વખતે ગળાના ભાગે ચાઈનીઝ દોરી આવતા યુવક ઈજાગ્રસ્ત થયો છે . 

(1:09 AM IST)