<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી

ચાર માતા મંદિર પાસે રહેતો એક શખ્સ કરતો હતો નશાકારક પદાર્થનું વેચાણ:માહિતીના આધારે પોલીસે દરોડા પાડી 85 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

 વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં ચાર માતા મંદિર પાસે માળી મહોલ્લામાં રહેતો રવિ ઉર્ફે કુચો રાજુભાઈ માળી નશાકારક પદાર્થોનું વેચાણ કરે છે તેવી માહિતીના આધારે મકરપુરા પોલીસે તેના ઘેર દરોડો પાડી તપાસ કરતા 85.90 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે કુલ 5,395 નો મુદ્દામાલ કબજે કરી રવિની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે વર્ષ 2021માં પણ રવિની સામે નશાકારક પદાર્થોનું સંગ્રહ અને વેચાણ કરવા અંગેનો એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો.

(6:18 PM IST)