<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભરૂચના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક સજ્જતા સેમીનાર સહકાર ભવન એકતા નગર, કેવડિયા ખાતે સંપન્ન થયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: પાવનધરા, જીવનદાયિ માં નર્મદાના દિવ્ય કિનારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને સમારંભના અધ્યક્ષ પ્રવીણસિંહ ડી રાણા, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ, સમારંભના મુખ્ય મહેમાન કિરીટસિંહ પી મહીડા, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલ , વહીવટી તજજ્ઞ વક્તા કનુભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં નિવૃત્ત આચાર્યનું સન્માન અને આચાયો ના તેજસ્વી સંતાનોના ઇનામ વિતરણ પ્રસંગે સમારંભના અતિથિ વિશેષ સંઘના હોદ્દેદારો, કારોબારી સભ્યો જિલ્લાના આચાયો નર્મદા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલ નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવા નર્મદા જિલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડ અને વિવિધ યુનિવર્સિટીઓમાંથી પધારેલા હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

આ પાવન અવસરે દિવંગત આચાર્યો ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પિત કરી એક મિનિટનું મૌન રાખી, વિદ્યાદાયિની વાણીપ્રદાયિની માં સરસ્વતીની વંદના હિરેનભાઈ દીહેણિયા દ્વારા કરી ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ મુકેશભાઈ ટેલર દ્વારા મહેમાનો નું શાબ્દીક સ્વાગત કરી ફૂલહારથી આવકારી નિવૃત્ત આચાયોનું સન્માન તેમજ તેજસ્વી તારલા ઓનું સન્માન કરી ત્યારબાદ નવનિયુક્ત તાલુકા કન્વીનરો નું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
સમારંભના અધ્યક્ષ પ્રવિણસિંહ રાણા દ્વારા માર્ગદર્શન બાદ મુખ્ય મહેમાન કિરીટસિંહ મહિડા દ્વારા પ્રસંગોચિત કરવામાં આવ્યું અને ત્યારબાદ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલ મેડમ દ્વારા આચાર્યો ને વિવિધ ઉદાહરણો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
અંતમાં આભાર વિધિ સંઘના મહામંત્રી સરફરાજખાન એસ પઠાણ દ્વારા કરી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું.
ઉદઘોષક તરીકેની ભૂમિકા આચાર્ય હરેન્દ્રભાઇ ભગતે સુપેરે નિભાવી કાર્યક્રમ પૂર્ણ કર્યો.

(9:59 PM IST)