<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

અંબાજી નજીક છાપરી ચેકપોસ્ટ ખાતે ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારુના 104 કાર્ટુન જપ્ત કરાયા

રાજસ્થાનથી અંબાજી ગુજરાત તરફ આવતી ‘વીર તેજાજી’ નામની પ્રાઇવેટ લક્ઝરી ટ્રાવેલ્સને ચેક કરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો

અમદાવાદ : આગામી 31 ડિસેમ્બરને લઇ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંબાજી નજીક છાપરી ચેકપોસ્ટ ઊપરથી પોલીસે રાજસ્થાનથી અંબાજી ગુજરાત તરફ આવતી ‘વીર તેજાજી’ નામની પ્રાઇવેટ લક્ઝરી ટ્રાવેલ્સને ચેક કરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે.  104 કાર્ટુન ભરેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નવા વર્ષની પાર્ટીઓ માટે ગુજરાતમાં ઘુસાડવામાં આવતા આ ગેરકાયદેસર જથ્થાને પોલીસે સમયસર ઝડપી પાડીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

(11:02 PM IST)