<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

દારૂબંધીની અંદરની હકીકતઃ પરમિટ, લાયસન્‍સ બુટલેગરો

દારૂબંધી કાગળ પર જ! ત્રણ વર્ષમાં ૬૦૦ કરોડનો દારૂ પકડાયો : ગુજરાતમા ૮૦ લીકર શોપઃ રાજ્‍યમાં કુલ ૪૩ હજાર લોકો પાસે હેલ્‍થના નામે દારૂની પરમિટ

મુંબઇ તા.૨૬: રાજ્‍યમાં ગાંધીજીના નામે દારૂબંધી અમલમાં છે, પરંતુ વાસ્‍તવિક્‍તા એ છે કે દર વર્ષે ૨૫૦ થી ૩૦૦ કરોડનો દારૂ રાજ્‍યમાં આવેલી સત્તાવાર લીકર શોપ્‍સમાં વેચાય છે. બીજી બાજુ પોલીસે છેલ્‍લા ૩ વર્ષમાં રાજ્‍યમાંથી સરેરાશ ૬૦૦ કરોડનો દેશી-વિદેશી દારૂ ઝડપી પાડયો છે. આમ, એકબાજુ સરકાર દારૂને લઈ બ્રેક મારે છે બીજી બાજુ એક્‍સિલેટર આપે છે.

રાજ્‍યમાં કુલ ૪૩ હજાર લોકો પરમીટ ધારકો છે. જેમને હેલ્‍થના ઈશ્‍યુના કારણો બતાવીને કાયદેસર દારૂ પીવાનો પરવાનો મેળવ્‍યો છે. જેમાં સંસ્‍કારી નગરી કહેવાતા વડોદરા શહેરમાં જ ૬૫૦૦ થી ૭૦૦૦ લોકો પાસે દારૂ પીવાની પરમીટ છે. દારૂબંધીવાળા રાજ્‍યમાં પરમીટ ધારકોની આ સંખ્‍યા નશાબંધીની અસરકારતા પર સવાલો ઉભા કરે છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે, ગુજરાતભરમાં ૮૦ જેટલી લીકર શોપ્‍સને લાયસન્‍સ આપવામાં આવ્‍યા છે. જેમાં અમદાવાદમાં અંદાજે ૨૦, સુરતમાં ૧૫ અને વડોદરામાં ૮ થી ૯ લાયસન્‍સવાળી દારૂની દુકાનો છે. આ શોપ્‍સ પરથી હેલ્‍થ પરમીટના આધારે ગુજરાતમા વર્ષે ૨૫૦ શ્રી ૩૦૦ કરોડ રૂપિયાનો દારૂ વેચાતો હોવાનું જાણવા મળ્‍યું છે. તેમજ સરકારને લાયસન્‍સ અને હેલ્‍થ પરમીટ આપવાથી અંદાજે રૂપિયા ૨૦ કરોડની આવક ધાય છે. આમ એક તરફ દારૂ પર પ્રતિબંધ અને બીજી તરફ દારૂથી આવક ઉભી કરાય છે. તેમ છતા દારૂબંધીના પ્રચાર-પસાર(લોકોમાં જાગૃતિ ફેલાવવા) માટે સરકાર સરેરાશ માત્ર રૂપિયા ૫ કરોડ જ ખર્ચે છે. તેના પરથી નશાબંધી કરતા આવકને વધુ મહત્‍વ અપાતું હોય તેવી છાપ ઉભી થાય છે.(૩૮.૨૦)

ઈન્‍ડસ્‍ટ્રિયલ આલ્‍કોહોલ ડિસ્‍ટ્રિબ્‍યુટ કરવાના લાઈસન્‍સ મોટાભાગે નેતાઓ કે અધિકારીઓ પાસે

ગુજરાત રાજ્‍યમાં ઘણી ડિસ્‍ટીલરીઓ છે, જે મોટા ભાગે સહકારી ક્ષેત્રની શુગર મીલો છે. તેમાં ખાંડ બનાવતી વખતે વધેલા મોલાસીસને ડિસ્‍ટીલ કરીને આલ્‍કોહોલ બનાવે છે. આ આલ્‍કોહોલ માત્ર ઈન્‍ડસ્‍ટ્રીયલ યુઝ માટે બનાવાતો હોય છે. આ આલ્‍કોહોલનો કોઈ ઉપયોગ કરી શકે નહીં તે માટે તેમાં કેમિકલ ઉમેરવામાં આવે છે. જેથી તે પીવાલાયક રહેતો નથી પણ આヘર્યની વાત એ છે કે બુટલેગરો ગમે ત્‍યાંથી ઈન્‍ડસ્‍ટ્રીયલ આલ્‍કોહોલને મેળવી લે છે. ત્‍યારબાદ તેમા બીજુ કેમિકલ નાખી અંદર રહેલા કેમિકલને દૂર કરે છે, ત્‍યારબાદ અગાઉ શુગર મીલ દ્વારા મેળવવામાં આવેલુ કેમિકલ નીચે બેસી જાય પછી ઉપરનો માલ તારવીને બુટલેગરો પોટલીઓ બનાવીને વેચી દે છે. ઘણીવાર સરકારી કેમિકલ પુરેપુરુ બેઠુ ન હોય અને બુટલેગરો ઉતાવળમાં તેને વેચી મારે તો અમદાવાદ ગ્રામ્‍ય અને બોટાદ જેવા લ?કાંડ સર્જાય છે. અહીં નોધવા જેવી વાત એ છે કે ઈન્‍ડસ્‍ટ્રીયલ આલ્‍કોહોલને ડિસ્‍ટ્રીબ્‍યુટ કરવા સરકારે ચોક્કસ લાયસન્‍સ નિયત કરેલા છે. આ લાયસન્‍સ ધારકો જ ઈન્‍ડસ્‍ટ્રીયલ આલ્‍કોહોલ વેચી શકે છે. જો કે જાણવા મળ્‍યા મુજબ મોટા ભાગના લાયસન્‍સ મેળવવામાં રાજકારણીઓ અને વગદાર અધિકારીઓ અગ્રેસર છે.

બુટલેગરોના હાથમાં દારૂનું સેવન કરનારા લોકોનું ભવિષ્‍ય

ગુજરાતમાં દેશી દારૂનું સેવન કરનારો વર્ગ સૌથી પ્રમાણમા છે. પરંતુ કોઈપણ લીકર શોપમા દેશી દારૂ મળતો નથી. પરિણામે ગેરકાયદે દેશી દારૂનું વેચાણ કરનાર બુટલેગરો પાસેથી ગ્રાહકો દારૂ મેળવતા હોય છે. જેમાં ગુણવત્તા અને સલામતીના કોઈ ધોરણ હોતા નથી. અનિયંત્રિત દેશી દારૂના કારણે રાજ્‍યમાં અવારનવાર લજીકાંડ જેવી જીવલેણ ઘટનાઓ સર્જાય છે. તેમા મોટા ભાગે ગરીબવર્ગના લોકો જીવ ગુમાવે છે. પોલીસ તંત્ર દ્વારા દાવો કરાય છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય છે પરંતુ વાસ્‍તવિક્‍તા એ છે કે દારૂનો બેફામ વેપલો થાય છે.

 

(10:30 AM IST)