<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

ચાઇનીસ ગેંગ સાથે સંકલન...દેશભરમાં હાહાકાર... સાયબર ફ્રોડ ગેંગનો અંતે સુરત SOG દ્વારા પર્દાફાશ

ગૃહમંત્રી દ્વારા ક્રાઇમ કોન્ફરન્સમાં લેવાયેલો જાહેર નોંધને સુરત સીપી અનુપમસિંહ ગેહલોત ટીમે યથાર્થ સાબિત કરી બતાવી... ૫ની ધરપકડ,૮ આરોપી વોન્ટેડ જાહેર : ડીસીપી રાજદીપસિંહ નકુમના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેકટર અતુલ સોનારા, PSI એમ. ડી હડિયા ટીમને જ્વલંત સફળતા મળી...

રાજકોટ, તા.૨૬: ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં ચાઇનીસ ગેંગ સાથે સંકલન કરી સાયબરફ્રોડ દ્વારા હાહાકાર મચાવનાર ગેંગને પોલીસ કમિ'ર અનુપસિંહ ગેહલોતના ટોપ પ્રયોરીટી અભિયાનનો સાયબર ફ્રોડ ઈન સુરત અંતર્ગત પર્દાફાશ કરી ઝબ્બે કરવામાં  સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને સફળતા મળી છે.

તાજેતરની ક્રાઇમ કોન્ફરન્સમાં  નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના પ્રજાલક્ષી અભિયાનની નોંધ લેવામાં આવી છે, એ જાણીતી વાત છે. સુરત સીપી દ્વારા સુરત શહેરના ક્રાઇમ રેટ ડેઇલી રિપોર્ટ, અનુભવી પોલીસ અધિકારીઓ અને પ્રજાના અનુભવી લોકોને નિયમિત મળી લોકોની સમસ્યાઓનો અભ્યાસ કર્યો બાદ, સુરતમાં મહત્વના અભિયાન અમલમાં મૂક્યા જેમાં નો ડ્રગ્સ ઈન સુરત, નો વોન્ટેડ ઇન સુરત અને નો સાયબર ફ્રોડ ઈન સુરત ને પ્રાથમિકતા આપવા અમલમા મુકેલ, નવાઈની વાત એ છે કે સુરત પોલીસ સ્ટાફ પણ પોઝીટીવ વાઈબ્રેશન મળતા હોય તેમ ખંતથી અભિયાન સફળ બનાવે છે, તેનો મહત્વનો પુરાવો ડીસીપી રાજદીપસિંહ નકુમના નેતૃત્વ હેઠળ પોલીસ ઇન્સ્પેકટર અતુલ સોનારા ટીમ દ્વારા પાર પાડવામાં આવેલ આ કિસ્સો છે.

જે સુચના અન્વયે એસ.ઓ.જી.ના PI એ.એસ.સોનારાએ સાયબર ફ્રોડ કરતી ટોળા દ્વારા અવનવા કીમિયાઓ અજમાવતા હોય તેનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરતા તેમના ધ્યાને આવેલ કે, સાયબર આચરનાર ટોળકી દ્વારા નવો ટ્રેન્ડ અપનાવેલ અને જેમા આ ટોળકી દ્વારા બોગસ પેઢી ઉભી કરી તે પેઢીના નામ એકાઉન્ટ ખોલાવી લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે કરન્ટ તેમજ સેવીંગ બેક એકાઉન્ટ ખોલાવી તેવા એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી મેળવેલ નાંણા ટ્રાન્સફર કરાવી તેમજ USDT માં કનવર્ટ કરી દેશ વિદેશમાં ટ્રાન્સફર ગુનાઓ આચરે છે. જેથી આવી ટોળકી ઉપર વોચ રાખવા એસ.ઓ.જી.,ના માણસોની અલગ અલગ બનાવવામાં આવેલ હતી.

તે દરમ્યાન પો.સ.ઇ. એમ.ડી. હડીયા નાઓની ટીમના પોલીસ માણસો અ.હે.કો. સંજય પાત તેમજ અ.હે.કો. રમેશભાઇ મનુભાઇ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી  આધારે સુરત શહેર, ડીડોલી, મંગલમપાર્કનજીક, ગ્રીનવેલી, પહેલોમાળ, શોપ નંબર ૨૩-૨૪ ક્રીષ્ના પેકર્સ એન્ડ ખાતે રેડ કરવામાં આવેલ અને ત્યાથી નીચે મુજબના આરોપીઓ અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

પકડી પાડવામાં આવેલ આરોપીઓઃ (૧) પ્રતીક S/O પ્રફુલભાઈ ગોરધનભાઈ વસાવા, ઉ.વ.૩૨, ધંધો.દલાલી, હાલ રહે.ઘર નં.૧૦૫૦/૫૧, ઓમા ઉમીયામાતા મંદીરની પાસે, ડીંડોલી, સુરત શહેર.મુળ રહે.હળપતીવાસ ગામ-કીમ, તા.કોસંબા, જી. મો.નં.૮૭૮૦૩૯૦૫૫૨ (૨) દિપક S/O ઉમાદત્ત વેદનાથ પાંડે, ઉ.વ.૩૨, ધંધો.દલાલી, હાલ રહે.ઘર નં.૧૭૯, વલ્લભ રેસીડેન્સી, એપલા બંગ્લોની સામે, કડોદરા હલદરવુ રોડ, કડોદરા,તા.પલસાણા, જી.સુરત. મો.નં.૮૮૬૬૮૬૪૪૦૯ (૩) રૂપેશ S/O દિગંબર દેવીદાસ હાંડગે, ઉ.વ.૩૪, ધંધો.દલાલી, હાલ રહે. બિલ્ડીંગ નં.એ/૨, ફ્લેટ નં.૨૦૨, રેસીડેન્સી, શાંતીનગર-૧, લીંબાયત, સુરત શહેર. મુળ રહે.ગામ-અનજન, જી.અમરાવતી(મહા મો.નં.૯૭૨૩૯૨૮૮૦૪ (૪) ભુષણ S/O પ્રવિણ પ્રતાપભાઈ પાટીલ, ઉ.વ.૩૨,ધંધો.દલાલી, હાલ રહે.ઘર નં.બી/૬, ક્રિષ્નાપાર્ક, ફપ્રગાર્ડનની બાજુમા, ડીંડોલી, સુરત શહેર. મુળ રહે ધામનગાંવ, તા.ચાલીસગાંવ, જી.જલગાંવ(મહા મો.નં.૮૭૯૯૬૦૧૦૯૭

(૫)સલીમ ઉર્ફે સમીર આર.ટી.ઓ. S/O અબ્બાસ અલીમીયા સૈયદ ઉ.વ.૩૭ (જન્મ તા.૨૬/૦૧/૧૯૮૮) ધંધો. લે વેચ રહે. પ્લોટ નં.૧૨૧ ફલેટ નં.૩૦૨, ફૈઝાન એપાર્ટમેન્ટ, મારૂતીનગર ગલી નં.૦૨, લિંબાયત સુરત મુળરહે.ગામ-વીલાયત તા.વાગરા જી.ભરૂચ

વોન્ટેડ આરોપીઓ : (૧) બીગ બ્રો રહે,દુબઈ (૨) ગણેશ ઉર્ફે પ્રેમ બીરાડે હાલ રહે. સુરત શહેર. (૩) રાજ શ્રીવાસ્તવ (૪) ચંદન ઉપાધ્યાય (૫) શૈલેષ પાંડે (૬)શરદ રવિન્દ્ર પવાર રહે સુરત (૭) પ્રદિપકુમાર કૌશલકુમાર વિશ્વકર્મા રહે.સુરત શહેર (૮)મીનાજ પટેલ.

(3:09 PM IST)