<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય ચૈતર વસાવા પર થયેલ ૭૫ લાખના તોડનો આરોપ પાયાવિહોણો, કલેક્‍ટરે પણ આ કબુલ્‍યું છેઃ ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાથી ભાજપ ગભરાયું, નિમ્‍ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્‍યું: ભાજપના ઈશારે સાંસદ મનસુખ વસાવા રાજીનામાની ધમકી આપે છેઃ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખના ભાજપ સરકાર ઉપર પ્રહારો

રાજકોટ તા.૨૬: આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય ચૈતર વસાવા પર થયેલ ૭૫ લાખના તોડનો આરોપ પાયાવિહોણો છે. કલેક્‍ટરે પણ આ કબુલ્‍યું છે.તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું છે. આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાથી ભાજપ ગભરાયું, નિમ્‍ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્‍યું છે.પીએમ મોદીની સભામાં બસો મૂકવા છતાં લોકો આવતા નથી, જ્‍યારે એ જ દિવસે ચૈતર વસાવની સભામાં સ્‍વયંભૂ હજારો લોકો આવે છે.ગુજરાતની જનતા જાણી ગઈ કે ભાજપના નેતાઓ AAPને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે તેમ ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું.

ભાજપે મારા પર પણ દારૂ અને છેડતીનો નિમ્‍ન કક્ષાનો ખોટો આરોપ લગાવ્‍યો હતો. અમને બદનામ કરવાના ઘણા પ્રયત્‍નો થઈ રહ્યા છે પરંતુ અમે પ્રજાના દિલમાં છીએ.અટલ બિહારી બાજપાઈની ભાજપના લોકો હવે ભાજપ છોડી રહ્યા છે.ગુજરાતમાં ચારે બાજુ મોંઘવારી, ભ્રષ્ટાચાર, લૂંટ અને બળાત્‍કારની ઘટનાઓ ચરમસીમાએ પહોંચી છે.ભાજપના ઈશારે સાંસદ મનસુખ વસાવા રાજીનામાની ધમકી આપે છે. ખેડૂતોનો અવાજ બન્‍યા એટલે રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં નાખ્‍યા છે. ભાજપ ગમે તેટલા પ્રયત્‍ન કરી લે, અમે ગુજરાતની જનતાને ભાજપના અજગરના ભરડામાંથી છોડાવીને રહીશું.ગુજરાતની જનતા સોશિયલ મીડિયાના માધ્‍યમથી ભાજપને જવાબ આપે. ગુજરાતના લાખો યુવાનો ફેસબૂક, ઇન્‍સ્‍ટાગ્રામમાં લાઈવ થઈને અને કોમેન્‍ટ કરીને ભાજપને જવાબ આપે. તેમ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું.

(3:35 PM IST)