News of Friday, 26th December 2025
75 લાખના તોડકાંડ મામલે કલેક્ટર નર્મદાએ ફેરવી તોડ્યું : ધારાસભ્યએ રૂપિયા માંગ્યા એ વાત મને હેલિપેડ પર મારા અધિકારીએ કરી હતી
ધારાસભ્ય ચૈતર વસાવાએ રૂપિયા માંગ્યાની વાતને નકારતા કલેક્ટર નર્મદા એ સાંસદ સામે સૂર પુરાવ્યો કહી રૂપિયા માંગ્યાની વાત સાચી:કલેક્ટરને દબાણવસ બોલાવ્યું હોવાનો ધારાસભ્ય ચૈતર વસાવાની આક્ષેપ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 75 લાખ રૂપિયાના તોડ કાંડ મામલે મોટો વળાંક આવ્યો છે. નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પોતાના અગાઉ ધારાસભ્ય ચૈતર વસાવા એ રૂપિયાની માંગણી કરી હોવાના પ્રશ્ન પૂછતા સાવ ખોટી વાત કહેનારા કલેકટરે બીજે દિવસે યુ-ટર્ન લઈને સાંસદ મનસુખભાઈ વસાવાની વાત સ્વીકારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે કેક્ટર નર્મદા એ આ બાબતે જરૂરી તપાસ ના આદેશ આપ્યા છે. પરંતુ હાલ પ્રજાને બસ એક પ્રશ્ન સતાવે છે. કે સાચું કોણ સાંસદ કે ધારાસભ્ય કેમકે કલેકટરે બંને પક્ષે જવાબ આપ્યો છે.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર્વ દિવસે ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે આવી કલેક્ટર નર્મદા ને રજૂઆત કરી કે 75 લાખ માંગ્યા જે બાબતે કલેકટરે નર્મદા એ આ વાત ખોટી હોવાની કહેતા ધારાસભ્ય ને ક્લિનચિટ મળી ગઈ છે..જ્યારે બીજી બાજુ કલેક્ટર નર્મદા એ જ સાંસદ મનસુખ વસાવા ને આ 75 લાખ ની વાત કરી હોય. કલેક્ટર કેમ બે મોઢાની વાત કરે છે. તેમ કહી સાંસદ ગિન્નાયા હતા. આને સાચી બાબતો સામે લડતા સાંસદ મનસુખભાઈ એ રાજીનામા સુધીની વાત કરીદીધી હતી. જોકે બીજે દિવસે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિતના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે સ્વીકાર્યું હતું કે 75 લાખ રૂપિયાની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી. આ માહિતી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર સતીશ મોદી દ્વારા કલેક્ટરને જણાવવામાં આવી હોવાનું પણ કલેક્ટરે માન્ય કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સાંસદના આક્ષેપ બાદ ચૈતર વસાવા જિલ્લા કલેક્ટરને મળ્યા હતા, તે સમયે કલેક્ટરે 75 લાખ રૂપિયાની વાતને ખોટી ગણાવી હતી. પરંતુ આજે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે આ વાત રાજપીપળા નહીં પરંતુ કેવડિયા હેલિપેડ ખાતે થઈ હતી.
આ સમગ્ર પ્રકરણ દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવાએ અગાઉ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ભાજપ છોડશે. આજે બેઠક બાદ સાંસદે કહ્યું કે, “મારી સાથે ભાજપ પાર્ટી ઊભી છે, મને પાર્ટી પર વિશ્વાસ છે અને આજે જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ મારી સાથે આવ્યા છે. મેં કહ્યું હતું કે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ, પરંતુ આજે જિલ્લા કલેક્ટરે પણ મારી વાતને સાચી માની છે, એટલે હવે હું પાર્ટી સાથે જ છું.”
મારી આ લડત પાછળ મુખ્ય હેતુ જિલ્લામાં કામ કરતા અધિકારીઓ ને બળ આપવાનું છે.એટલે કે આવા રૂપિયાની માંગણી કરતા નેતાઓ અમારી પાર્ટીના હોય કે વિપક્ષ ના તમામ ને ખુલ્લા પાડવા જોઈએ.ભ્રષ્ટાચાર સામે હું સખત વિરોધી છું..સાંસદ મનસુખભાઈ વસાવા
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
