News of Friday, 26th December 2025
મચ્છી લેવા ગયેલા આધેડને મળ્યું મોત: બાઇક પર મચ્છી લઈ પરત આવતા વ્યક્તિની બાઇક તરોપા પાસે બીજી બાઇક સાથે અથડાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામ નજીક બે બાઇક અથડાતા એક વ્યક્તિનું મોત થયું છે
મળતી માહિતી મુજબ કનવરભાઇ રણજીતભાઇ વસાવા (ઉ.વ.૩૯ )ધંધો-ખાનગી નોકરી( રહે.તરોપા, કોટવાળફળીયુ) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના માસા મરનાર દશરથભાઇ દેવનભાઇ વસાવા (ઉ.વ.૫૯ )(રહે.આમલેથા તા.નાંદોદ જી.નર્મદા )નાઓ તરોપા ગામે બસ સ્ટેન્ડ પાસેથી મચ્છી લઇ પોતાની બજાજ પ્લેટીના મોટરસાયકલ રજી. નંબર GJ-22-J-3839 ની ઉપર ઘરે પરત જતી વખતે તરોપા ગામની ચોકડી ક્રોસ કરી આમલેથા ગામ તરફ પરત જતી વખતે કૌશીકભાઇ શ્રવણભાઇ વસાવા રહે.આમલેથા તા.નાંદોદ જી.નર્મદા નાએ પોતાની કબજાની હોન્ડા સાઇન મોટરસાયકલ રજી. નંબર GJ-22-M-3987 ની રાજપીપલા તરફથી હાઇવે રોડ ઉપર પૂર ઝડપે હંકારી લાવી ફરી. ના માસાની મોસા.ને અથાડી એક્સિડન્ટ કરતા માથાના ભાગે ગંભીર ઇજા તથા નાકના ભાગે ઇજા પહોંચાડી SSG હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત થતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
