<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

રાજપીપળાની સેવાભાવી સંસ્થા શ્રી અન્નપુર્ણા સેવા ફાઉન્ડેશનનું વધુ એક સેવાકાર્ય

જરૂરિયાતમંદ પરિવારને જરૂરી અનાજ આપી આ સંસ્થા મદદરૂપ થઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જીલ્લો પછાત જિલ્લાની ગણતરી માં આવે છે ત્યારે કેટલીક સંસ્થાઓ દ્વારા અનાજ, કપડા જેવી વસ્તુઓ નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે જેમાં રાજપીપળાની શ્રી અન્નપુર્ણા સેવા ફાઉન્ડેશન એ આજરોજ એક પરિવારને જરૂરી અનાજ આપી સંસ્થા મદદરૂપ થઈ હતી
મળતી માહિતી અનુસાર રાજપીપળા સ્થિત સેવાકાર્યો કરતી શ્રી અન્નપુર્ણા સેવા ફાઉન્ડેશન નું વધુ એક સેવાકાર્ય સામે આવ્યું છે, આમ તો આ સંસ્થા ઘણા વર્ષોથી વિના મૂલ્યે ભોજન અનાજ ની કીટ સહિતની કામગીરી કરી રહી છે અને કોરોના કાળ સમયે પણ અનેક ભૂખ્યા લોકોને ભોજન પહોંચાડી માનવતાનું કાર્ય કર્યું હતું અને હાલમાં રાજપીપળા જૂની જેલ બહાર ભોજન સેવા સતત ચાલુ જ છે આમ બજાર માં રખડતા કે લાચાર લોકો કે જેમને ભોજન મળતું ના હોય તેવા લોકો નું પેટ ઠારે છે, હાલ માં રાજપીપળાના એક મધ્યમ વર્ગના પરિવારની સ્થિતિ અચાનક નબળી થતા અન્નપુર્ણા ફાઉન્ડેશના કલ્પેશ મહાજન નો સંપર્ક કરતા તેમણે આ પરિવારના મોભીને શું શું જરૂરિયાત છે તેમ પૂછી લિસ્ટ મંગાવી તત્કાળ જ  જરૂરી અનાજ અપાવી સંસ્થા મદદરૂપ બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાર પાડ્યું હતું.


 

(11:03 PM IST)