તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧ રવિવાર
News of Friday, 26th December 2025
હિંમતનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં મહિલા કોમ્પ્યુટર ઓપરેટર 4500ની લાંચ લેતા ઝડપાઇ
ઈંડાની લારીના લાયસન્સ અપાવવા લાંચ માંગી હતી : કરાર આધારિત મહિલા કોમ્પ્યુટર ઓપરેટર મમતા કુમારી ખરાડીને હિંમતનગર ACBએ તેમને ₹4500ની લાંચ લેતા રંગે હાથ પકડ્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં કરાર આધારિત મહિલા કોમ્પ્યુટર ઓપરેટર મમતા કુમારી ખરાડીને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. હિંમતનગર ACBએ તેમને ₹4500ની લાંચ લેતા રંગે હાથ પકડ્યા હતા.
ફરિયાદીને ઈંડાની લારી ચલાવવા માટે લાયસન્સ મેળવવાનું હતું. આ માટે તેઓ હિંમતનગરના બહુમાળી ભવનમાં આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં મમતા કુમારી ખરાડીને મળ્યા હતા. મમતા કુમારીએ લાયસન્સ કાઢી આપવા માટે ₹4500ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચના પૈસા આપવા માંગતા ન હોવાથી તેમણે હિંમતનગર ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન મમતા કુમારી ખરાડીએ ફરિયાદી પાસેથી ₹4500ની લાંચ સ્વીકારતા તેમને ફૂડ એન્ડ ડ્રગ કચેરીમાંથી જ રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ACBએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
