News of Saturday, 27th December 2025
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા આયોજિત રાજકોટથી ખોડલધામ : સરદાર @150 સ્વદેશી પદયાત્રાનું માર્ગમાં ભાવભર્યું અને ભવ્ય સ્વાગત
રાજકોટથી ગોંડલ સુધી શૈક્ષણિક સંસ્થાઓ,ઉદ્યોગપતિઓ,જુદા જુદા સમાજો અને નાગરિકો દ્વારા સરદાર પટેલને વંદન:આયોજકો દ્વારા પદયાત્રીઓ માટે સુંદર વ્યવસ્થા:કાલે સવારે ખોડલધામ ખાતે ધ્વજાજી ચડાવી સમાપન

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા આયોજિત “સરદાર @150 સ્વદેશી પદયાત્રા”નું ગુરુકુલથી શુભ આરંભ થયા બાદ સમગ્ર માર્ગ દરમિયાન વિવિધ સમાજો, સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ તથા બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો અને યુવાનો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.( તસવીર-અહેવાલ: વિજય વસાણી-આટકોટ-ગાંધીનગર)
રાજકોટ તા.27 : અખંડ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત “સરદાર @150 સ્વદેશી પદયાત્રા”નું ગુરુકુલથી શુભ આરંભ થયા બાદ સમગ્ર માર્ગ દરમિયાન વિવિધ સમાજો, સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ તથા બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો અને યુવાનો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પી.ડી.એમ.કોલેજ ખાતે આહીર સમાજના અગ્રણી લાભુભાઈ ખીમાણીયા,કોલેજ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરભા,પ્રિન્સિપાલ કમલેશભાઈ જાની તેમજ યુવાનો દ્વારા પદયાત્રાનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી લેઉવા પટેલ કન્યા છાત્રાલયના જગદીશભાઈ સાંગાણી, પ્રિતેશભાઈ વડગામા અને સમગ્ર વિદ્યાર્થીઓ, વોર્ડ નં. ૧૨, ૧૩ અને ૧૮ના ભાજપ પરિવારના હોદ્દેદારો, સરકારી કર્મચારી લેઉવા પટેલ સમાજ, માલધારી સમાજ, ગૌસ્વામી સમાજ, વાવડી એસોસિએશન (ગોંડલ રોડ)ના પ્રમુખ હસમુખભાઈ સોરઠીયા તથા ઉપપ્રમુખ દિનેશભાઈ ચાપાણી સહિતની ટીમ દ્વારા સરદારશ્રીની પ્રતિમાને ફૂલ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા.
આ યાત્રામાં શૈક્ષણિક સંસ્થાઓ અને યુવા વિધાર્થીઓની સક્રિય ભાગીદારી પણ રહી છે જેમાં ગુરુકુલથી શરૂ થયેલ સ્વદેશી પદયાત્રાનું માર્ગ દરમિયાન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ યુવા વિધાર્થીઓ યાત્રામાં સહભાગી બન્યા હતા જેમાં લેઉવા પટેલ બોર્ડિંગ (મવડી), આર.ડી. ગાર્ડી કોલેજ, પી.ડી. માલવિયા કોલેજ, સર્વોદય કોલેજ, જે.જે. કુંડલિયા કોલેજ, કણસાગરા મહિલા કોલેજ, ભાલોડિયા કોલેજ, વિરાણી સાયન્સ કોલેજ, આત્મીય યુનિવર્સિટી, આર.આર. પટેલ મહિલા કોલેજ અને આર.કે. યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
રસ્તામાં આવતા પારડી સમસ્ત ગામના અશોકભાઈ ભુવા રા.લો.સંઘના ડિરેક્ટર, મહેશભાઈ સરપંચ સહિત ગામજનોએ પદયાત્રાનું સ્વાગત કર્યું હતું શાપર-વેરાવળ ખાતે અમૃતભાઈ ગઢીયા શાપર-વેરાવળ એસોસિએશન પ્રમુખ, દુષ્યંતભાઈ ઢોલરા ઉપપ્રમુખ, જયેશભાઈ રાદડિયા સરપંચ, શાપર, રવિરાજસિંહ જાડેજા સરપંચ વેરાવળ તેમજ શ્રી કડવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ વેરાવળના પ્રમુખ મનસુખભાઈ પાણ અને ઉપપ્રમુખ જયંતીભાઈ સાકરીયા દ્વારા સરદારશ્રીને વંદન કરી યાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
રીબડા ખાતે જય સરદાર યુવા ગ્રુપ દ્વારા સરદારશ્રીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા તેમજ શાપર તથા વેરાવળના ગ્રામજનો, મહિલા મંડળો, સેવા સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ, લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ, ગૌશાળા ટ્રસ્ટ, ભરવાડ સમાજ, ગઢવી (ચરણ) સમાજ, ફિલ્ડ માર્શલ હાઈસ્કૂલ વેરાવળ, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઉમિયા કડવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ, મેડિકલ અને ડોકટર એસોસિએશન, વેપારી મંડળ, પી.જી.વી.સી.એલ. ડિવિઝન, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સ્વાધ્યાય પરિવાર, ઘેડિયા કોળી સમાજ, કોટડા સાંગાણી તાલુકા ભાજપ, મુસ્લિમ સમાજ અને દલિત સમાજ દ્વારા પણ યાત્રીઓનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ યાત્રામાં સંતો,આશ્રમો અને ઉદ્યોગસમૂહોની ભાવપૂર્ણ સેવા અને આશીર્વાદ મળી રહ્યા છે જેમાં આનંદી આશ્રમના મહંત શ્રી મસીરામ બાપુ દ્વારા સમગ્ર પદયાત્રીઓ માટે શીરાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો તેમજ સરદારશ્રીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા આદિવાસી સમાજ દ્વારા પણ સરદારશ્રીને વંદન કરવામાં આવ્યા હતા.
રીબડા ખાતે એસ.જી.વી.પી. ગુરુકુલના સ્વામીજી તથા વિદ્યાર્થીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. લીનોવા ફૂડ પ્રોસેસ મશીનના રજનીભાઈ રંગાણી અને તેમની ટીમ દ્વારા શેરડીનો રસ તથા ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીલાળા પોલીપ્લાસ્ટ પરિવાર દ્વારા દક્ષિણ ભારતના પરંપરાગત પહેરવેશ અને થીમ સાથે ભવ્ય સ્વાગત કરી પદયાત્રીઓને ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો.
તીર્થ એગ્રો (શક્તિમાન) પરિવાર, પાન એગ્રી ઇન્ડસ્ટ્રીઝ તથા ફાર્મ કિંગ મસાલા કિચ ગ્રુપ દ્વારા પણ સરદારશ્રીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પદયાત્રીઓ માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગોંડલ ખાતે પ્રથમ દિવસની પદયાત્રાના રાત્રિરોકાણ દરમિયાન
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસની પદયાત્રાએ વિરામ લીધો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અને એ.પી.એમ.સી.ગોંડલના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક,ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ગણેશભાઈ ગોંડલ, રાજકોટ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, નાગરિક બેંકના અશોકભાઈ પીપળીયા સહિત ગોંડલના વિવિધ સમાજોના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહી સૌએ સરદારશ્રીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પદયાત્રા અને પદયાત્રીઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
આજે રાત્રિરોકાણ કાઞવડ ઞામમાં રહશે ત્યારબાદ રવિવારે સવારે માં ખોડલને ધ્વજાજી ચડાવી યાત્રાને સમાપન સમારોહ યેજાશે જેમા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા,ખોડલધામના નરેશભાઈ પટેલ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને આયોજકો દ્વારા યાદીમાં જણાવ્યુ છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
