News of Saturday, 27th December 2025
નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી દેશમાં ખેલ પીપલ્સ મુવમેન્ટ બન્યોઃ મનસુખભાઇ માંડવિયા
પોરબંદર લોકસભા સાંસદ ખેલ મહોત્સવનું સમાપનઃ રમતગમતને રોજબરોજના જીવનનો ભાગ બનાવવા સંકલ્પ કરવા અર્જુનભાઇ મોઢવાણીયાનો અનુરોધ

પોરબંદર, તા. ર૭: કેન્દ્રીય સ્પોર્ટ્સ અને યુવા બાબતોના મંત્રી મનસુખભાઈ માંડવીયા અધ્યક્ષ સ્થાને પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સમાપન સમારોહમાં જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે ૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક ૨૦૩૬ ને ધ્યાન રાખી ભારત સરકારની ૨૫૦૦૦ જેટલા ખેલાડીઓ તૈયાર કરવાની નેમ છે, આ માટે ભારત સરકાર જરૂરી રોડમેપ બનાવવામાં આવ્યો છે સાથે જ ખેલાડીઓના કૌશલ્યો વધુ નિખારે તે માટે સ્પોર્ટ્સ ટેકનોલોજીના ઉપયોગ, કોચિંગ સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી દેશમાં ખેલ પીપલ્સ મુવમેન્ટ બન્યો છે.
સરદાર પટેલ સંકુલ ખાતે આયોજિત આ સમાપન સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને દેશભરમાં જુદા જુદા સ્થળોએ સંસદ ખેલ મહોત્સવમાં સહભાગી બનેલા રમતવીરો સાથે સંવાદ સાધી, ખેલના મેદાનમાં ભારતનો પરચમ લહેરાવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી, તેમણે રમત ગમતના સંદર્ભમાં યુવા નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ પણ વાત કરી હતી.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, રમત રમતના ક્ષેત્રમાં કોઈપણ ખેલાડી વિજેતા બને છે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ભારતનો તિરંગો ફહેરાવે ત્યારે તે ગૌરવ માત્ર ખેલાડી પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ભારતના ૧૪૦ કરોડ લોકો ગૌરવ અનુભવે છે.
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું શાબ્દિક સ્વાગત કરી વર્ચ્યુઅલ કાર્યક્રમનું સંચાલન કરતા કહ્યું હતું કે, ખેલ વિકલ્પ નથી પણ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે, સમગ્ર ભારતમાં ૨૯૦ સાંસદોએ ખેલ મહોત્સવનું આયોજન કર્યું હતું, તેમાં એક કરોડથી વધુ પ્રતિભાગીઓ જોડાયા હતા. સાથે જ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશમાં ખેલ પીપલ્સ મૂવમેન્ટ બની છે. સાંસદ ખેલ પહોત્સવના સમાપન સમારંભમાં રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ રમતગમતને રોજબરોજના જીવનનો ભાગ બનાવવા યુવાનોને અનુરોધ કર્યો હતો
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
