News of Saturday, 27th December 2025
વડોદરા અને સુરતમાં વિદેશી કોલેજોમાં ફી ભરવાના નામે 55 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો
ભેજાબાજ વિજય પરમાર ખુશી ફાઇનાન્સિયલ સોલ્યુશન નામની ઓફિસ ચલાવતા હતા તેણે ત્રણ વ્યક્તિ સાથે 55 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી

વડોદરા અને સુરત જિલ્લામાંથી વિદેશી કોલેજોમાં ફી ભરવાના નામે લાખો રુપિયા પડાવી લેનારા ભેજાબાજ વિજય પરમારને પોલીસે ઝડપી પાડ્યો છે. વિજય ખુશી ફાઇનાન્સિયલ સોલ્યુશન નામની ઓફિસ ચલાવતા હતા તેણે ત્રણ વ્યક્તિ સાથે 55 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી
વિજય પરમાર પર વિદેશની કોલેજો અને યુનિવર્સિટીઓના એડમિશન અને ફી ભરવાના નામે ત્રણ વિધાર્થીઓ પાસેથી રકમ પડાવવાનો આરોપ છે. અટલાદરાના છાણી વિસ્તારના એક વિધાર્થી સાથે વિજય પરમારે કેનેડાના જ્યોર્જ બ્રાઉન કોલેજમાં એડમિશન બાદ 24.47 લાખ રૂપિયા ફી ભરવા માટે પડાવ્યા હતા અને વિજયે બોગસ રીસીપ્ટ આપી હતી, જેના કારણે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
