News of Saturday, 27th December 2025
વડોદરાઃ ગટરના ખુલ્લા હોલમાં પડતા યુવકના મોત બાદ તંત્ર જાગ્યું: પાલિકાએ દુર્ઘટના બાદ સ્થળ પર બેરિકેટિંગ લગાવ્યા
જવાબદાર અધિકારીઓ સામે પણ નોટિસ આપી કાર્યવાહી કરાશે. પીડિત પરિવારને પણ જે વળતર આપવાનું થશે તે અપાશે.

વડોદરાઃ ગટરના ખુલ્લા હોલમાં પડતા યુવકના મોત બાદ તંત્ર જાગ્યું. પાલિકાના અધિકારીઓએ દુર્ઘટના બાદ સ્થળ પર બેરિકેટિંગ લગાવ્યા. જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની તંત્રએ ખાતરી આપી છે. ફરિયાદ નોંધીને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. કામગીરી યોગ્ય થાય તેનું નિરીક્ષણ કરવું જરૂરી છે. નિરીક્ષણ માટે અધિકારીઓને સ્થળે હાજર રહેવુ પણ જરૂર છે. જવાબદાર અધિકારીઓ સામે પણ નોટિસ આપી કાર્યવાહી કરાશે. પીડિત પરિવારને પણ જે વળતર આપવાનું થશે તે અપાશે.
માંજલપુરમાં ગટરનાં ખુલ્લા હોલમાં પડવાથી યુવકનુ મોત થયુ હતુ. પાણીની ટાંકી નજીક પાલિકાનાં ડ્રેનેજ વિભાગની કામગીરી ચાલતી હતી અને હોલને બેરિકેટિંગ ન કરતાં યુવક અંદર ખાબક્યો હતો અને ગંભીર ઈજાને કારણે યુવકનું મોત થયુ હતુ. મૃતક યુવક નિવૃત્ત DySPનો પુત્ર હોવાનું સામે આવ્યું. દુર્ઘટનાને લઈ સ્થાનિકોમાં પણ મનપાની કામગીરી સામે રોષ છે અને અનેક રસ્તાઓ ખોદી નાંખ્યા જેના કારણે સ્થાનિકોને હાલાકી પડતી હોવાની પણ વ્યથા ઠાલવી છે..
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
