<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વિસાવદરમાં મતદાનનો ધમધમાટ ચાલુ: પ્રથમ બે કલાકમાં ૧૨% મતદાન થયું : રાજકીય એપી સેન્ટર ધરાવતી વિસાવદર વિધાનસભા બેઠકમાં મતદાનના પ્રારંભે સવારે ૭ વાગ્યાથી મતદારોની લાઈનો લાગી, સવારે નવ સુધીમાં ૧૨.૧૦ ટકા મતદાન થયું જ્યારે કડીમાં સવારે ૯ સુધીમાં ૧૦ ટકા મતદાન થયું છે: ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ રાણપરીયા અને આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા વચ્ચે ત્રિપાખીયો જંગ : ૩૨૩ પ્રિસાઇડિંગ ઓફિસર, ૩૨૩ પોલિંગ અધિકારી, મહિલા અને પુરૂષ પોલિંગ ઓફિસર સહિત કુલ ૧૨૯૨ કર્મીઓને ચૂંટણી ફરજ પર: ૨૯૪ મતદાન મથકોમાં ૨.૬૧ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે: સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલ મતદાન, સાંજના ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. (યાસીન બ્લોચ અકિલા, વિસાવદર)10:11 AM IST

‘કાળાજાદૂ'ના જાણકાર સુરેશે ‘ધનવાન' થવા માટે પડોશી પીઆઇના માતા-પિતાની ક્રુર હત્‍યા કરી લૂંટ ચલાવી હતી! : દેણામાં ડુબેલા સુરેશને એવી અંધશ્રધ્‍ધા હતી કે કોઇની હત્‍યા કરી દાગીના મેળવવામાં આવે તો વધુ ધનની પ્રાપ્‍તિ થાય છે!: આથી તેણે પિતા, મામા અને ભુવાનો સાથ લઇ ક્રુરતા આચરી હતીઃ વૃધ્‍ધાના પગમાંથી કડલા ન નીકળતાં પગ જ કાપી લેવાયા હતાં : નવ ટીમોએ છત્રીસ કલાકમાં ભેદ ઉકેલ્‍યોઃ ૮૦થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરાયાઃ ૩૦૦ જેટલા મજુરોની પુછતાછ થઇઃ હત્‍યા વખતે અવાજ ન થાય એ માટે ટ્રેકટર ચાલુ રખાયું હતું: એસપી અક્ષયરાજ મકવાણાએ સમગ્ર ઘટનાની વિસ્‍તૃત વિગતો જણાવીઃ રાજ્‍યભરમાં ઘટનાએ ચકચાર જગાવી હતી : જેમની હત્‍યા કરી લૂંટ ચલાવાઇ હતી તે સ્‍ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ એ. વી. પટેલના પિતા-માતા : સુરેશે પિતા શામળા રૂપાભાઇ પટેલ (ચૌધરી) અને મામા ઉમા ચોૈધરી સાથે મળી ધારીયાથી હત્‍યા કરી દાગીના લૂંટયાઃ સુરેશના ગુરૂ એવા ભુવાજી દિલીપ ઠાકોરે હત્‍યા સ્‍થળે જ વિધી કરી પછી બધાએ દાગીનાના ભાગ પાડયા10:52 AM IST

કર્ણાટકની ભીડથી સર્જાયેલ દુર્ઘટનાથી ચિંતિત હર્ષ સંઘવી દ્વારા ટોચના અધિકારીઓ સાથે અમદાવાદની રથયાત્રા માટે મનોમંથનની ગણત્રીના કલાકોમાં તંત્ર ટોપ ગીયરમાં : ભીડની પરિસ્‍થિતિ પર નિયંત્રણ અને બાજનજર રાખવા AI સીસીટીવી સાથે જોડવાનું કાર્ય પુરજોશમાં સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક ટીમ દ્વારા ચાલી રહ્યું છે : કાશ્‍મીરની આતંકી ઘટના અંતર્ગત બીએસએફ, મરીન પોલીસ અને સેન્‍ટ્રલ આઇબી સાથે સંકલન માટે સિનિયર IPSના માર્ગદર્શનમાં ટીમો એક્‍ટિવ બની : રથયાત્રા પછી ત્રણ જ દિવસમાં નિવૃત થનાર મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાયની પણ અગ્નિ પરીક્ષાઃ ક્રાઈમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, સેક્‍ટર વડા નીરજ બડ ગુજ્જર, સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડને મહત્‍વની જવાબદારીઓ સુપ્રતઃ ભારે ધમધમાટ1:46 PM IST